ગુજરાતમાં ફરી વાતાવરણમાં પલટો, કરા સાથે વરસાદ : હવામાન વિભાગની આગાહી જોવો

ગુજરાતમાં છેલ્લા બે થી ત્રણ દિવસથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને સોમવારે અનેક વિસ્તારમાં વરસાદ, આંધી અને કરા પડવાનાં પણ સમાચાર સામે આવ્યાં હતાં. ખાસ કરીને સૌરાષ્ટ્રનાં અનેક વિસ્તારમાં ચોમાસા જેવો વરસાદ જોવા મળ્યો હતો.

કમોસમી વરસાદ અને કરા પડવાને કારણે ઊભા પાકોને નુકસાન થાય તેવી ભીતિ સેવાય રહી છે. અમરેલી જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ કમોસમી વરસાદ વરસ્યો હતો અને ધારી, સાવરકુંડલા, દામનગર, લાઠી અને અમરેલીમાં કરા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો.

અમરેલીના ધારી તાલુકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા શેત્રુંજી નદી બે કાંઠે વહેતી થઈ હોવાના પણ સમાચાર મળ્યા હતા. સૌરાષ્ટ્રનાં અન્ય કેટલાક વિસ્તારમાં પણ મોંડી સાજે આંધી અને સાથે વરસાદ અને કરા પડાવનાં સમાચાર મળ્યા હતા. રાજકોટમાં પણ સાંજે બરફનાં કરા પડ્યાં હતાં.

ઉત્તર ગુજરાતનાં પાટણ, બનાસકાંઠા, મહેસાણા જિલ્લામાં પણ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો તો કેટલાક વિસ્તારમાં કરાના પણ સમાચાર પણ સામે આવ્યા હતાં. ગુજરાતમાં છેલ્લા બે થી ત્રણ દિવસથી વાતાવરણમાં પલ્ટાને કારણે ઊભા શિયાળુ પાકોને નુકસાન થાય તેવી સંભાવનાં જોવા મળી રહી છે. જોકે કેટલાક ખેડૂતોએ પાક લણીને ખેતરમાં રાખ્યો હતો તેમાં પણ તેને અસર થઈ છે.

નોંધ : આ આર્ટીકલ ફક્ત ને ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે.વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.

Leave a Comment