હવામાન / આગામી પાંચ દિવસ કેવું રહેશે ગુજરાતનું વાતાવરણ? માવઠું અને ઠંડીને લઈને જાણો શું છે આગાહી ?

રાજ્યમાં હવામાનને લઈને હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, હમાણા થોડા દિવસ માટે વરસાદની કોઈ પણ આગાહી નથી તેમજ સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ પણ થશે

• રાજ્યમાં હવામાનને લઈને હવામાન વિભાગની આગાહી
• આગામી 5 દિવસ વરસાદની કોઈ આગાહી નહી
• અમુક જિલ્લામાં 1થી 2 ડિગ્રી તાપમાન ઘટશે

રાજ્યમાં હવામાનને લઈને હવામાન વિભાગે વધુ એકવાર આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી પાંચ દિવસ વરસાદની કોઈ આગાહી નથી પરંતુ અમુક જિલ્લામાં 1 થી 2 ડિગ્રી તાપમાન ઘટશે તેવી આગાહી કરી છે. તેમજ સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થશે એટલે કે, બેવડી ઋતુનો એહસાસ થશે.

વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમીનો થશે અનુભવ
રાજ્યના હવામાનને લઈ હવામાન વિભાગે વધુ એક વાર આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી પાંચ દિવસ સુધી વરસાદની કોઈ પણ સંભાવના નથી તેમજ સવારમાં ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થશે તેમજ કેટલાક જિલ્લાઓમાં એકથી બે ડિગ્રી તાપમાન પણ ઘટશે. જો કે, આજેના તાપામાનની વાત કરવામાં આવે તો નલિયામાં 11 ડિગ્રી, અમદાવાદમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

ગરમીને લઈ અંબાલાલ પટેલની આગાહી
ધીમે ધીમે સમગ્ર રાજ્યમાં ગરમીની સીઝન શરૂ થઈ રહી છે. ત્યારે વર્ષ 2023નો ઉનાળો આકરો બની રહેવાની સંભાવના અંબાલાલે વ્યક્ત કરી છે. તેમજ ગરમી સાથે વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. ત્યારે 19 અને 20 ફેબ્રુઆરીથી ગરમીમાં વધારો થશે અને મહત્તમ તાપમાન 37 ડીગ્રી સુધી રહેવાની સંભાવના પણ છે.

લોકોએ આકરો ઉનાળો સહન કરવો પડે તેવી આગાહીઃહવામાન વિભાગ
થોડા દિવસ અગાઉ ઉનાળાને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે આગામી દિવસોમાં સૌરાષ્ટ્રવાસીઓને કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર રહેવું પડશે. આ સીઝનમાં નાગરિકોને ત્રણ ઋતુનો અનુભવ થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. ભર શિયાળામાં લોકોએ ચોમાસાની ઋતુનો અનુભવ કર્યો છે. ત્યારે હવે હવામાન પલટાતા લોકોએ આકરો ઉનાળો પણ સહન કરવો પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે દક્ષિણ ગુજરાત, પશ્ચિમ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય-પૂર્વ ગુજરાતના ભાગોની અંદર મહત્તમ તાપમાન વધવાની સંભાવનાઓ છે.

Leave a Comment