હવામાન વિભાગની આગાહી : રાજ્યમાં આજે ફરીથી વરસાદની ગતિવિધીઓ તેજ થશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાનતા કેટલાક વિસ્તારોમાં થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટીઝ થશે. આ સાથે 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે. તો કયા કયા વિસ્તારોમાં પવન ફૂંકાવવાની સાથે વરસાદી માહોલ થશે તે અંગેની આગાહી જોઇએ.
શુક્રવારે બપોરે હવામાન વિભાગના વૈજ્ઞાનિક, રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે, દક્ષિણ પાકિસ્તાન અને કચ્છ નજીક સિસ્ટમ સક્રીય થઇ છે. જેના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની આગાહી છે.
હવામાન વિભાગે આજે એટલે શનિવારે પણ ભારે વરસાદની આગાહી કરી છે. જેમા જણાવાયુ છે કે, આજે વડોદરા, દાહોદ, પંચમહાલ, બનાસકાંઠા, સાબરકાંઠામાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની શક્યતા છે. આ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની શક્યતા છે.
સાથે એમ પણ આગાહી કરવામાં આવી છે કે, સૌરાષ્ટ્રમાં થન્ડર સ્ટોમ એક્ટિવિટીઝ થઇ શકે છે. આ સાથે 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે સાથે જ સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા પણ છે.
હવામાન વિભાગની આગાહી
હવામાનની આગાહી કરતી વેબસાઈટ સ્કાયમેટ વેધર અનુસાર, આજે પૂર્વી રાજસ્થાન સિવાય ઉત્તર પ્રદેશના મોટા ભાગમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે તમિલનાડુ અને તટીય આંધ્ર પ્રદેશમાં મધ્યમ વરસાદની આગાહી છે. આ વેબસાઈટ અનુસાર, હાલમાં ઝારખંડને અડીને આવેલા વિસ્તારોમાં લો પ્રેશરનું ક્ષેત્ર બની રહ્યું છે. જેના કારણે આગામી 2 દિવસમાં તે ઝારખંડ અને દક્ષિણ બિહાર તરફ આગળ વધે તેવી શક્યતા છે