જૂન અને જુલાઇમાં મેધરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. જે બાદ ઓગસ્ટમાં તો ઘણો જ ઓછો વરસાદ વરસ્યો હતો. ત્યારે સપ્ટેમ્બરમાં મેધરાજાની પધરામણી થઇ અને હવે બે દિવસથી ફરી વરસાદ નહીવત જેવો થઇ ગયો છે. જોકે, આગાહીકારોનું માનીએ તો સપ્ટેમ્બરમાં સારો વરસાદ વરસી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સપ્ટેમ્બરમાં વરસાદ અંગે આગાહી કરતા જણાવ્યુ છે કે, 13થી 14 સપ્ટેમ્બર બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનશે. જે 16 અને 17 સપ્ટેમ્બરમાં મજબુત બનશે. મધ્યપ્રદેશના માર્ગથી ગુજરાત તરફ આવવાની શક્યતા રહેશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યુ હતુ કે, 13થી 14 સપ્ટેમ્બરે બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનશે. જે 16 અને 17 સપ્ટેમ્બરમાં મજબુત બનશે. આ લો પ્રેશર મધ્યપ્રદેશના માર્ગથી ગુજરાત તરફ આવવાની શક્યતા રહેશે. મધ્યપ્રદેશમાં વરસાદ થશે અને સરદાર સરોવરમાં પાણી આવશે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ કે, 19 અને 20 સપ્ટેમ્બરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 18થી 20 સપ્ટેમ્બરમાં પણ વરસાદ થશે. તેમજ 22 સપ્ટેમ્બરમાં પણ એક સિસ્ટમ બનશે. 21થી 23 સપ્ટેમ્બરમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે. 27થી 28 સપ્ટેમ્બરમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદી ઝાપટા રહેશે અને કચ્છના ભાગોમાં પણ વરસાદી ઝાપટા રહેશે.
varsad aagahi
આગળ જણાવતા અંબાલાલ પટેલે કહ્યુ કે, સપ્ટેમ્બર મહિનામાં વરસાદ થશે અને ઓક્ટોબર મહિનામાં પણ વરસાદની શક્યતા છે. 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગુજરાતમાં કેટલાક ભાગમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેશે. 17 ઓક્ટોબરના ભારે પવન ફૂંકાશે અને નવરાત્રીમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
સાથે અંબાલાલે જગતના તાત સાથે પણ આગાહી કરી છે. તેમણે જણાવ્યુ કે, પાછોતરો વરસાદ થાય તો કૃષિ પાકને નુકસાન થાય. કારણ કે નવરાત્રી પછી ચોમાસું પાક તૈયાર થઈ નીકાળવાની તૈયારીઓ ચાલતી હોય છે. મગફળી લેવાઈ ન હોય તો વરસાદના કારણે ઉગી જાય છે કાઢેલા પાકમાં જીવાત પડે શકે છે.
ખેડૂતો માટે ખાસ જણાવતા કહ્યુ કે, વતાવરણની અસર કૃષિ પાક પર થતી હોય છે. વાતાવરણ સાનુકુળ ન હોય ત્યારે કૃષિ પાકમાં જીવાત પડતી હોય છે. કપાડ પાકમાં વરસાદના કારણે ફુલ ભમરી ખરી જાય. મકાઈ બાજરી પાકમાં પરાગરજ ધોવાઈ જવાના કારણે ડોડોમાં દાણા ન ભરાય. શાકભાજીના પાકમાં કહોવારો લાગે. ચુસીયા પ્રકારની જીવાતનો ઉપદ્વવ વધે. ડાંગરના પાકમાં માંડા આવે અને મગફળી પાકમાં ટીક્કાનો રોગ આવે તેમજ જીવાણુ થતા સુકારાનો રોગ આવે. જો કે શરદ ઋતુ રોગોની ઋતુ કહેવાય છે. કૃષિ પાક સાથે જન સમુદાયે અને પશુઓના સ્વાસ્થયની કાળજી રાખવી જોઈએ.