આજે ક્યાં કયાં જિલ્લામાં વરસાદની આગાહી ? જાણો શું છે હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે રાજ્યમાં આગામી 4 દિવસ ભારે વરસાદ થવાની આગાહી કરી છે. વરસાદી સિસ્ટમ સક્રીય થવાને કારણે રાજ્યમાં વરસાદી માહોલ જામશે. આજે 15 તાલુકાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અરવલ્લી, દાહોદ, મહીસાગર, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. નર્મદા, ભરૂચ, સુરત, ડાંગમાં વરસાદની આગાહી, નવસારી, તાપી, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, તો દમણ, અમરેલી, અમદાવાદ, ભાવનગરમાં, ગીરસોમનાથ, સુરત, ગાંધીનગર, વડોદરામાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ થઈ શકે છે.

આગામી 4 દિવસની વરસાદી આગાહી
10 સપ્ટેમ્બરઃ અરવલ્લી, દાહોદ, મહિસાગર અને વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લાઓ અને અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

11 સપ્ટેમ્બરઃ છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસાર, વલસાડ, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.

12 સપ્ટેમ્બરઃ સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

13 સપ્ટેમ્બરઃ સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 54 તાલુકામાં વરસાદ નોંધાયો છે. નવસારીના ખેરગામમાં 2.1 ઇંચ, ધરમપુરમાં 1.5 ઇંચ, અંકલેશ્વરમાં 1.4 ઇંચ, વલસાડમાં 1.3 ઇંચ, ઓલપાડમાં 1.2 ઇંચ વરસાદ, સુરત શહેર, બારડોલી, મહુવામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે.

Leave a Comment