ટાટા મોટર્સે ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI)માંથી અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીઓની ભરતી શરૂ કરી દીધી છે. ધોરણ -12મું પાસ હોય તેવા વિદ્યાર્થીઓને હવે ITI માં તાલીમ લીધા બાદ સીધી નોકરી મળી રહી છે. કંપનીએ તેની ફેક્ટરીમાં અસ્થાયી કામદારોને રાખવાને બદલે ITI માંથી તાલીમ લેતા વિદ્યાર્થીઓને પ્રાથમિકતા પણ આપી છે.
ટાટા મોટર્સ કેન્દ્ર સરકારની કૌશલ્યા યોજના હેઠળ ITI અને ધોરણ 12માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓની ભરતી કરી રહી છે. આ પહેલ હેઠળ વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે સાથે નોકરીની તકો પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ફેક્ટરીઓમાં ITI 8 હજારથી વધુ વિદ્યાર્થીઓ
ટાટા મોટર્સના HR વિભાગના અધિકારી રવિન્દ્ર કુમારે જણાવ્યું હતું કે અમે હવે સરકારની કૌશલ્યા યોજના હેઠળ છેવાડાના વિસ્તારોમાંથી આવતા 12મા ધોરણ અને ITI ના વિદ્યાર્થીઓની ભરતી કરી રહ્યાં છીએ, જ્યાં તેમને નોકરી પરની તાલીમ પણ આપીએ છીએ. તેઓ દરેક વિદ્યાર્થી તેમનો અભ્યાસ પણ ચાલુ રાખી શકે છે.
આ કામદારોને નવીનતમ ડિજિટલ કૌશલ્યોની તાલીમ આપવામાં આવી રહી છે. ટાટા મોટર્સની સાત ફેક્ટરીઓમાં 14000 જેટલા અસ્થાયી કામદારો છે, જેમાંથી 8000 ITI અને ધોરણ-12 ના વિદ્યાર્થીઓ છે. આ પ્રોગ્રામ બે વર્ષ પહેલા TATA મોટર્સમાં શરૂ થયો હતો.
TATA મોટર્સના સીએચઆરઓએ એક ન્યૂઝ પોર્ટલને જણાવ્યું હતું કે ઓટો પ્લાન્ટમાં અસ્થાયી કામદારો સામાન્ય રીતે 7 થી 9 મહિનાના કોન્ટ્રાક્ટ ઉપર કામ કરે છે. કોરોના મહાનારી દરમિયાન એક એવો તબક્કો પણ સામે આવ્યો હતો જ્યારે અસ્થાયી કર્મચારીઓ મેળવવાનું ખૂબ મુશ્કેલ થઈ ગયું હતું કારણ કે તેમનામાંથી ઘણા લોકો ઘરે પરત ફર્યા હતા.
નેશનલ એપ્રેન્ટિસ પ્રમોશન સ્કીમ અને નેશનલ એપ્રેન્ટિસ ટેસ્ટિંગ સ્કીમ એવા કાર્યક્રમો છે જેનો ખાસ હેતુ કૌશલ્યના અંતરને દૂર કરવાનો છે. દીન દયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના નિયમિત નોકરીઓમાં ગ્રામીણ યુવાનોને લઘુત્તમ પગાર સમાન અથવા તેનાથી વધુ માસિક પગાર આપે છે. આ યોજનાથી 550 લાખથી પણ વધુ ગરીબ ગ્રામીણ યુવાનોને લાભ થશે.