GST ની બેઠકમાં ગુટખા – તંબાકુ અને મહત્વનો નિર્ણય
GST કાઉન્સિલની બેઠકમાં બોગસ બિલીંગ સિવાયના બે કરોડ સુધીના અપરાધોમાં ફોજદારી કેસ દાખલ નહીં કરવાનો અને ૧૫૦૦ CC થી વધુના SUV પર ૨૨ ટકા કમ્પનસેશન સેસ વસૂલવાનો નિર્ણય લેવાયો છે . કઠોળની ફોતરીઓ પર GST ઝીરો રહેશે . આ બેઠકમાં પેટ્રોલમાં ઇથેનોલના બ્લેન્ડીંગ પર GST ઘટાડીને ૫ ટકા કરાયો છે . જોકે , તમાકુ અને ઓનલાઇન ગેમિંગ પર ટેકસ વધારવા અંગેની દરખાસ્ત મોકૂફ રખાઈ છે.
ફરીથી ખેડૂત આંદોલન ! ગુજરાતના ખેડૂતો દિલ્હી જશે
ભારતમાં ફરી ખેડૂત આંદોલન થવા જઈ રહ્યું છે. ભારતીય કિસાન સંઘના નેતૃત્વ હેઠળ ૧૯ ડિસેમ્બરે સમગ્ર દેશના આશરે ૨ લાખ ખેડૂતો PM કિસાન સન્માન નિધીની રકમમાં વધારો કરવો, ખેત ઓજારો પર GST ને લઈ કરી વિચારણા કરવા અને કૃષિ પર GST રદ્દ કરવા સહીતની માંગણીઓ સાથે દિલ્હીના રામલીલા મેદાન ખાતે કિસાન ગર્જના રેલી કરશે. આ આંદોલનમાં ભાગ લેવા માટે ગુજરાતના ખેડૂતો પણ દિલ્હી જશે.
ઠંડીને લઇ હવામાન વિભાગની આગાહી
અમદાવાદ હવામાન વિભાગના વૈજ્ઞાનિક વીજીનલાલના જણાવ્યા અનુસાર ઉત્તર પૂર્વના પવનો કૂકાવના કારણે રાજ્યમાં આગામી ૫ દિવસ વાતાવરણ સુકુ રહેશે. આગામી ૫ દિવસ વાતાવરણમાં ૨ થી ૩ ડીગ્રી તાપમાનમાં પણ ઘટશે. અને લોકોને બેવડી ઋતુનો અનુભવ થશે.
જીરુના ભાવમાં રેકોર્ડબ્રેક વધારો
ચાલુ વર્ષે જીરાનું વાવેતર વધ્યું હોવા છતાં જીરાની માંગને લઈ અને હાલની આવકો ઘટતા ભાવોમાં ઉછાળો આવતા જીરાના ભાવે કુદકો લગાવ્યો છે.હાલ જીરીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. હારીજ યાર્ડમાં જીરૂનો ૨૦ કિલો દીઠ -૩.૫૫૦૦ ના ભાવ હરાજીમાં બોલાયા હતા.
ખેડૂતોને 2000 ના 13 માં હપ્તા પહેલાં કડક આદેશ
ખેતીવાડી વિભાગ દ્વારા 2000 ના 13 માં હપ્તા પહેલખેદુતોને કડક સૂચના આપવામાં આવી છે.પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના હજારો ખેડૂતો KYC પ્રક્રિયા પૂર્ણ કરવાની કામગીરીથી વંચિત છે. ત્યારે ગુજરાતના દરેક જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને KYC પ્રક્રિયા પૂર્ણ કરવા અપીલ કરવામાં.