– વિશ્વ બજારમાં સોનાના ભાવ ઝડપી 20 થી 25 ડોલર ઉછળ્યા
– વૈશ્વિક ડોલર ઈન્ડેક્સમાં પીછેહટના પગલે વિશ્વ બજારમાં સોનામાં ઘટાડે ફંડો ફરી દાખલ થયા
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ આંચકા પચાવી ઝડપથી ઉંચકાયા હતા. વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સમાં પીછેહટ થતાં વૈશ્વિક સોનામાં ઘટાડે ફંડોનું બાઈંગ વધ્યાના સમાચાર મળ્યા હતા. વિશ્વ બજારમાં ભાવ વધતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ પણ વધી છે અનમે ચેના પગલે દેશના ઝવેરી બજારમાં આજે મંદીને બ્રેક વાગી ભાવ ફરી ઉંચા બોલાતા થયા હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.
વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના 1644 થી 1645 વાળા ઉંચામાં 1668 થી 1666 ડોલર રહ્યા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔૅશના 18.27 થી 18.28 વાળા ઉંચામાં થઈ 18.84 થી 18.85 ડોલર રહ્યા હતા.
વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ 10 ગ્રામના રૂ.200 વધી 99.50 ના રૂ.51900 તથા 99.90 ના રૂ.52100 રહ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.500 વધી રૂ.57 હજાર રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ 903 થી 904 વાળા ઉંચામાં 923 થઈ 919 થી 920 ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ 1995 થી 1996 વાળા આજે ઉંચામાં 2042 થઈ 2032 થી 2033 ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે 0.68% પ્લસમાં રહ્યા હતા. કોપર ઉંચકાતાં તેની અસર પણ વૈશ્વિક ચાંદીના ભાવ પર પોઝીટીવ જોવા મળી હતી. દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલ ઉંચકાતાં તેની અસર વૈશ્વિક સોનાના ભાવ પર તેજીની પડી હતી.
ન્યુયોર્ક ક્રૂડના ભાવ બેરલના 85.61 વાળા ઉંચામાં આજે 86.92 થઈ 86.28 ડોલર રહ્યા હતા જ્યારે બ્રેન્ટ ક્રૂડના ભાવ 91.63 વાળા વધી 93.04 થઈ 92.31 ડોલર રહ્યા હતા. ચીન દ્વારા તાઈવાન સામે કડક વલણ બતાવ્યાના સમાચાર હતા. ઉપરાંત રશિયા અવને યુક્રેન વચ્ચે વોર પણ વકરતાં વિશ્વ બજારમાં સોનામાં ઘટાડે માનસ લેવાનું રહ્યાના નિર્દેશો હતા.
દરમિયાન, મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ GST વગર 99.50 ના રૂ.49950 વાળા રૂ.50228 તથા 99.90 ના રૂ.50105 વાળા રૂ.50430 રહ્યા હતા. જ્યારે મુંબઈચાંદીના ભાવ જીએસટી વગર રૂ.54800 વાળા રૂ.55643 રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી 3% ઉંચા રહ્યા હતા.