2000 Rupee Note: 2000 રૂપિયાની નોટ અંગે મોટી જાણકારી સામે આવી છે. 6 વર્ષ પહેલા થયેલી નોટબંધી બાદ દેશભરમાં ઘણું બદલાઈ ચૂક્યું છે. દેશભરમાં ડિજિટલ પેમેન્ટ ખુબજ ઝડપથી વધી રહ્યું છે. આ બધા વચ્ચે 2000 રૂપિયાની નોટને લઈને મોટું અપડેટ સામે આવી રહ્યું છે.
2000 Rupee Note: 2000 રૂપિયાની નોટ અંગે મોટી જાણકારી સામે આવી છે. 6 વર્ષ પહેલા થયેલી નોટબંધી બાદ દેશભરમાં ઘણું બધું બદલાઈ ગયું છે. દેશભરમાં ડિજિટલ પેમેન્ટ ખુબજ ઝડપથી વધી રહ્યું છે. આ બધા વચ્ચે 2000 રૂપિયાની નોટને લઈને મોટું અપડેટ સામે આવી રહ્યું છે કે હાલમાં માર્કેટમાં આ નોટ ખુબ ઓછી જોવા મળી રહી છે જેને લઈને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તરફથી પણ મહત્વની જાણકારી આપવામાં આવી છે.
અત્રે જણાવવાનું કે છેલ્લા 3 વર્ષથી 2000 રૂપિયાની એક પણ નોટ છાપવામાં આવી નથી. આવામાં આ નોટ સર્ક્યુલેશનમાં નહિવત્ છે. RTI મુજબ વર્ષ 2019-20, 2020-21, 2021-22 દરમિયાન 2000 રૂપિયાની કોઈ પણ નવી નોટ છાપવામાં આવી નથી.
RBI બહાર પાડે છે નોટ
રિઝર્વ બેંક તરફથી હાલ બજારમાં 2 રૂપિયા, 5 રૂપિયા, 10, 20, 50, 100, 200, 500 અને 2000 રૂપિયાની નોટ બહાર પાડવામાં આવેલી છે. પીએમ મોદીએ 8 નવેમ્બેર 2016ના રોજ 500 અને 1000 રૂપિયાની નોટ ચલણમાંથી રદ કરી હતી. ત્યરાબાદ 2000 રૂપિયાની અને 500 રૂપિયાની નવી નોટ બહાર પાડવામાં આવી હતી.
નવી નોટો બહાર પાડવાનો હેતુ એ હતો કે જલદી દેશભરમાં નવી નોટ ફેલાવવામાં આવે. પરંતુ હવે હાલના સમયમાં માર્કેટમાં 2000 રૂપિયાની નોટ ખુબ ઓછી જોવા મળી રહી છે. આરબીઆઈ તરફથી મળેલી જાણકારી મુજબ 31 માર્ચ 2022 સુધીમાં દેશભરમાં સર્ક્યુલેશનમાં 2000 રૂપિયાની નોટોની ભાગીદારી ફક્ત 13.8 ટકા રહી ગઈ છે.
નકલી નોટોની સંખ્યા
જો નકલી નોટોની સંખ્યાની વાત કરીએ તો વર્ષ 2018માં તે 54,776 હતી. વર્ષ 2019માં આ આંકડો 90,566 અને વર્ષ 2020માં 2,44,834 નોટનો રહ્યો.