પીએમ કિસાન પોર્ટલ અનુસાર, OTP આધારિત e-KYC હવે ઉપલબ્ધ છે. પોર્ટલ પર લખેલું છે કે ખેડૂતો માટે eKYC કરાવવું ફરજિયાત છે અને Otp આધારિત e-KYC ઉપલબ્ધ છે.
PM કિસાન પોર્ટલ અનુસાર અગાઉ ઇ-કેવાયસી કરાવવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2022 હતી, તે મર્યાદા હવે દૂર કરવામાં આવી છે.
વેબસાઇટ અનુસાર, જે ખેડૂતો નોંધાયેલા છે, તેમણે ઇ-કેવાયસી કરાવવું ફરજિયાત છે અને બાયોમેટ્રિક આધારિત ઇ-કેવાયસી કરાવવા માટે નજીકના CSC કેન્દ્રનો સંપર્ક કરી શકો છો.
Online e-KYC : ઑનલાઇન e-KYC કેવી રીતે કરવું
step 1 – ઇ-કેવાયસી માટે સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in/ પર જાઓ.
step 2 – e-kyc ના વિકલ્પ પર ક્લિક કરો.
step 3 – આધાર નંબર દાખલ કરો.
step 4 – ઇમેજ કોડ દાખલ કરો.
step 5 – હવે મોબાઈલ નંબર દાખલ કરો અને OTP દાખલ કરો.
step 6 – આ પછી, જો વિગતો સંપૂર્ણ રીતે માન્ય હશે તો e-KYCની પ્રક્રિયા પૂર્ણ થશે.
ત્યારબાદ જો પ્રક્રિયા યોગ્ય નહીં હોય તો તેને અમાન્ય જાહેર કરવામાં આવશે. જેને તમે આધાર સેવા કેન્દ્રની મુલાકાત લઈને સુધારી શકો છો.
12મો હપ્તો કયારે આવશે ?
અત્યાર સુધીમાં, યોજના સાથે સંકળાયેલા લાભાર્થીઓને 11 હપ્તા મળી ચૂક્યા છે, અને હવે દરેક ખેડૂત મિત્રો 12મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 12મા હપ્તાના પૈસા દરેક ખેડૂતોનું e-kyc પૂર્ણ થશે એટલે ઑક્ટોબર મહિનામાં કોઈપણ દિવસે આવી શકે છે.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર..