PM Kisan Yojana 13th Installment: પીએમ કિસાન યોજનાનો 12મો હપ્તો લગભગ તમામ ખેડૂતોના ખાતામાં આવી ચૂક્યો છે. જેમનું e-KYC બાકી છે તેવા ખેડૂતોને જોકે સમસ્યા નડી રહી છે. ત્યારે આગામી 13મો હપ્તો ક્યારે આવશે અને તેના પહેલા તમારે શું કરી લેવું જોઈએ તે આજે જાણી લો અને અમલમાં પણ મૂકી દો,
સરકારે તાજેતરમાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (PM-KISAN) યોજનાનો 12મો હપ્તો જાહેર કરી દિધો છે. ખેડૂતો આ યોજના (Pradhan Mantri Kisan Samman Nidhi) ના આગામી 13મા હપ્તાની રાહ જોઈને બેઠા છે.
ગયા વર્ષે 1 જાન્યુઆરીના રોજ હપ્તો જાહેર કરવામાં આવ્યો હતો. આ કારણોસર સરકાર આ વર્ષે પણ જાન્યુઆરીમાં પૈસા ટ્રાન્સફરી કરે તેવી સંભાવના છે. આ અંગે સરકારે કોઈપણ પ્રકારની અધિકૃત જાણકારી આપી નથી.
પ્રધાનમંત્રી કિસાન યોજના એક કેન્દ્રીય કક્ષાની યોજના છે, દેશ ભરના તમામ ખેડૂત પરિવારને કૃષિ અને તે સંબંધિત એક્ટિવિટી માટે પૈસા આપવામાં આવે છે. ઉપરાંત ઘરેલુ જરૂરિયાત સબંધિત વિવિધ વસ્તુઓ ખરીદવા માટે અને નાણાકીય જરૂરિયાત પૂર્ણ કરવા માટે પણ આવક પ્રદાન કરે છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને સરકાર દ્વારા તમામ નાણાકીય સહાય આપવામાં આવે છે.
પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ તમામ ખેડૂત પરિવારોને દર વર્ષે રૂ. 6,000ની સહાય આપવામાં આવે છે. આ સહાય રૂ. 2,000 ના ત્રણ સમાન હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.
જે ખેડૂત પરિવાર પાસે ખેતીલાયક જમીન છે, તેમને આ યોજનાનો લાભ પ્રદાન કરવામાં આવે છે.
ખેડૂતો આ પ્રકારે ઓનલાઈન સ્ટેટસ જોઈ શકે છે.
સ્ટેપ 1: pmkisan.gov.in વેબસાઈટની મુલાકાત લો.
સ્ટેપ 2: ત્યારબાદ હોમપેજ પર ‘ફાર્મર્સ કોર્નર’માં આપવામાં આવેલ ‘બેનેફિશિયરી સ્ટેટસ’ પર ક્લિક કરો.
સ્ટેપ 3: ત્યારબાદ રજિસ્ટર કરવામાં આવેલ આધાર નંબર અથવા બેન્ક એકાઉન્ટ નંબર એન્ટર કરો.
સ્ટેપ 4: હવે ‘Get Data’ પર ક્લિક કરો.
સ્ટેપ 5: હવે તમને સ્ક્રીન પર ઈન્સ્ટોલમેન્ટનું સ્ટેટસ જોવા મળશે.
જે ખેડૂતોએ હજુ સુધી e-KYCની પ્રોસેસ પૂર્ણ નથી કરી, તેમને 13મો હપ્તો નહીં મળે.
PM કિસાનની વેબસાઈટ અનુસાર ખેડૂતોએ “e-KYC અપડેટ કરવું ખુબજ જરૂરી છે. PMKISAN પોર્ટલ પર OTP આધારિત e-KYC ઉપલબ્ધ છે, અને બાયોમેટ્રીક રીતે પણ e-KYC અપડેટ કરવા માટે તમે નજીકના CSC સેન્ટરનો સંપર્ક કરી શકો છો.
ઓનલાઈન eKYC અપડેટ કેવી રીતે કરવું?
સ્ટેપ 1: PM કિસાનની અધિકૃત વેબસાઈટની મુલાકાત લો અને eKYC ઓપ્શન પર ક્લિક કરો.
સ્ટેપ 2: હવે આધાર કાર્ડ નંબર એન્ટર કરો, કેપ્ચા કોડ અને આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક કરવામાં આવ્યો છે, તે એન્ટર કરો.
સ્ટેપ 3: OTP પ્રાપ્ત થયા બાદ તે એન્ટર કરો. ત્યારબાદ eKYC વેરિફિકેશન સરળતાથી પૂર્ણ થઈ જશે.