PM Kisan Yojana: પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ઘણા લોકો ખોટી રીતે જોડાઈને ફાયદો ઉઠાવી રહ્યા છે. આવી સ્થિતિમાં અયોગ્ય ખેડૂતો પાસેથી વસૂલાત કરવામાં આવી રહી છે.
PM kisan 12th Installment: પીએમ કિસાન સમ્માનનીધી યોજના કેન્દ્ર સરકારની મહત્વપૂર્ણ યોજનાઓમાની એક યોજના છે. આ યોજના હેઠળ દેશના ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા આપવામાં આવે છે. ઓકટોબર મહિનામાં કેન્દ્ર સરકારે 2000 રૂપિયાનો બારમો હપ્તો ખેડૂતોને આપી દીધો છે. તેમાં ઘણા એવા ખેડૂતો પણ છે જેઓએ આ લાભનો ખોટી રીતે ફાયદો ઉઠાવ્યો છે. જેને લઈને સરકાર પણ હવે સતર્ક થઇ ચૂકી છે. અયોગ્ય ખેડૂતો કે જેઓ લાભાર્થી નથી, છતાં લાભ લઇ રહ્યા છે, તેની પાસેથી સરકાર દ્વારા રૂપિયા પાછા લેવાઈ રહ્યા છે.
નોટિસ જાહેર કરવામાં આવી
હાલમાં પ્રાપ્ત આંકડા જે સરકાર માટે ચોકાવનારા હતા. કારણે કે, આ વખતે લાભાર્થી ખેડૂતોની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે. જયારે 11 મો હપ્તો આપવામાં આવ્યો હતો ત્યારે લાભાર્થીની સંખ્યા 10 કરોડ આસપાસ હતી. પરંતુ જયારે આ વખતે 12 મા હપ્તામાં તે અંક નીચે આવ્યો અને સંખ્યા રહી માત્ર 8 કરોડ. જે એ વાતને સાબિત કરે છે કે જે ખેડૂતો યોજના ના લાભાર્થી નથી તેઓ પણ ખોટી રીતે આ યોજનાનો લાભ ઉઠાવી રહ્યા છે. તેના વિરુદ્ધ સરકાર નોટિસ કાઢી રહી છે કે જેઓ અયોગ્ય રીતે લાભ લઈ રહ્યા છે. અતિયાર સુધીમાં ઘણી નોટિસ જાહેર થઇ ગઈ છે અને તેમાં રૂપિયા પરત કરવા માટે પણ કહેવામાં આવ્યું છે.
આ લોકોને નથી મળવા પાત્ર
– જે ખેડૂતો બીજાની જમીન ભાડે રાખીને ખેતી કરી રહ્યા છે. તેઓને મળવા પાત્ર નથી. કારણકે, જમીનની માલિકી હોવી જરૂરી છે.
– જે કોઈ ખેડૂત કે તેના ઘરના સભ્યમાંનું કોઈ બંધારણીય સત્તા પર નોકરી કરતા હોય તો તેઓને પણ આ યોજનાની રકમ મળવા પાત્ર નથી.
– ડૉક્ટર, એન્જીનીયર, સીએ, વકીલ, આર્કિટેક જેવા પ્રેફેશનલ ક્ષેત્રમાં કાર્યરત વ્યક્તિઓ કે જેઓ ખેતી પણ કરતા હોય તો તેવા લોકો પણ ગેરલાયક રહેશે.
– આ સિવાય જે નિવૃત સરકારી કર્મચારી કર્મચારી છે અને મહિનાના 10,000 કે તેથી વધુ પેન્શન આવી રહ્યું છે તેવા લોકોને પણ આ લાભ મળવા પાત્ર નથી.
અહીં સંપર્ક કરીને તપાસો
– જાણકારી માટેનું ઓફિશ્યિલ ઇમેઇલ આઈડી pmkisanict@gov.in
– હેલ્પલાઈન નંબર 155261 અથવા 1800115526 (ટોલફ્રી) અથવા 01123381092
ખેડૂતોને વાર્ષિક રૂ.6000 મળે છે
તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક રૂ.6000 આપવામાં આવે છે. સરકારનો ઉદ્દેશ્ય એ છે કે ખેડૂતોની આર્થિક હાલતમાં સુધારો આવે તેથી આ રકમ સીધીજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરાવવામાં આવે છે. જે વર્ષ દરમ્યાન 2000 રૂ. ના ત્રણ હપ્તા જમા કરાવવામાં આવે છે.