PM Kisan- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં પીએમ કિસાન યોજનાનો 12મો હપ્તો ખેડૂતોના અકાઉન્ટમાં નાખશે. કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલયના અનુસાર, તારીખ 17 અને 18 ઓક્ટોબરના રોજ કૃષિ સ્ટાર્ટઅપ કોન્ક્લેવ અને કિસાન સમ્મેલન 2022 દરમિયાન પ્રધાનમંત્રી મોદી તેની જાહેરાત કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં પીએમ કિસાન યોજનાનો 12મો હપ્તો ખેડૂતોના અકાઉન્ટમાં નાખશે. કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલયના અનુસાર, તારીખ 17 અને 18 ઓક્ટોબરના રોજ કૃષિ સ્ટાર્ટઅપ કોન્ક્લેવ અને કિસાન સમ્મેલન 2022 દરમિયાન પ્રધાનમંત્રી મોદી તેની જાહેરાત કરશે. આ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદી સ્વયં અમુક ખેડૂતો સાથે વાત પણ કરી શકે છે.
કેન્દ્ર સરકારની સૌથી લોકપ્રિય પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અત્યાર સુધી કુલ 11 હપ્તા ખેડૂતોને મોકલવામાં આવ્યા છે. આ પહેલા છેલ્લો હપ્તો 31 મેના રોજ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. બીજો હપ્તો આવતા પહેલા ખેડૂતોએ બેનિફિશિયરી લિસ્ટ અને અકાઉન્ટ સ્ટેટસ ચેક કરી લેવું જોઈએ. અહીં ખેડૂતોને જણાવવામાં આવી રહ્યું છે કે તેઓ ઘરેબેઠા કેવી રીતે બેનિફિશિયરી સ્ટેટસ ચેક કરી શકે છે.
આ રીતે ચેક કરી શકો છો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું લિસ્ટ
સ્ટેપ-1: પીએમ કિસાન સન્માન નિધ યોજનાની ઓફિશિયલ વેબસાઈટ pmkisan.gov.in પર જવાનું રહેશે.
સ્ટેપ- 2ઃ આ વેબસાઈટના હોમપેજ પર ‘કિસાન કોર્નર’ પર ક્લિક કરો.
સ્ટેપ -3: હવે ‘લાભાર્થી સૂચી’ વિકલ્પ પર ક્લિક કરો.
સ્ટેપ -4: તેના પછી તમારું રાજ્ય, જિલ્લો, બ્લોક અને ગામની જાણકારી ફીલ કરો.
સ્ટેપ -5: આ તમામ ડિટેલ્સને ભર્યા પછી, ‘રિપોર્ટ પ્રાપ્ત કરો’ પર ક્લિક કરો અને તમને સંપૂર્ણ યાદી મળી જશે.
લાભાર્થીની સ્થિતિની તપાસ કેવી રીતે કરવી?
સ્ટેપ-1: તેના માટે પણ સત્તાવાર વેબસાઈટ pmkisan.gov.in પર જવું પડશે.
સ્ટેપ-2ઃ હોમપેજ પર ‘કિસાન કોર્નર’ સેક્શન પર ક્લિક કરો.
સ્ટેપ-3ઃ હવે ‘લાભાર્થી સ્થિતિ’ ટેબ પર ક્લિક કરો.
શું છે પીએમ કિસાન યોજના?
પીએમ કિસાન યોજના અંતર્ગત પાત્ર ખેડૂત પરિવારને દર ચાર મહિને 2,000 રૂપિયા મળે છે અને વાર્ષિક 6000 રૂપિયા મળે છે. આ પૈસા દર વર્ષે ત્રણ હપ્તા એપ્રિલ-જુલાઈ, ઓગસ્ટ-નવેમ્બર અને ડિસેમ્બર માર્ચમાં આપવામાં આવે છે. આવા ખડૂત પરિવારને પેન્શન પ્રદાન કરવા માટે ડિસેમ્બર 2018માં પીએમ કિસાન યોજના શરૂ કરવામાં આવી હતી, જેને નાણાકીય જરૂર હોય.
પીએમ કિસાન યોજના માટે કયા ખેડૂતો અપ્લાય કરી શકે છે
કોઈપણ સરકારી યોજનનાં કેટલાક માનપદંડ હોય છે, જેના આધાર લાભ આપવામાં આવે છે. પીએમ કિસાન યોજના માટે નાના અને સીમાંત ખેડૂતો આ યોજનાનો લાભ લય શકે છે. તે સિવાય તમામ ભૂમિરાધારક ખેડૂકો પરિવવાર, જેમનું નામે ખેતી યોગ્ય ભૂમિ છે, યોજના અંતર્ગત સાભ પ્રાપ્ત કરલાને પાત્ર છે.