Raksha Bandhan Mahurat 2024 : આપણે સૌ જાણીએ છીએ કે દર વર્ષે શ્રાવણ મહિનાની પૂનમનમા રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે ભાઈ-બહેનના પવિત્ર સંબંધનું પ્રતીક રક્ષાબંધનનું પર્વ 19 ઓગસ્ટે 2024 સોમવારે છે. આ વર્ષે શ્રાવણ મહિનાના સોમવારે રક્ષાબંધન હોવાથી તેનું મહત્વ ખુબ વધી ગયું છે. કારણ કે,આ વખતે 90 વર્ષ પછી બનતો સંયોગ જોવા મળી રહ્યો છે. ત્યારે ચાલો જાણીએ આ વર્ષે રાખડી બાંધવા માટે સૌથી શુભ મુહૂર્ત ક્યું છે?
90 વર્ષ પછી શ્રાવણ મહિનાના સોમવારે રક્ષાબંધન છે.
આ સંયોગ 90 વર્ષ પછી બની રહ્યો છે. રક્ષાબંધનના દિવસે સોમવાર – શ્રવણ નક્ષત્ર અને રક્ષાબંધન એમ દુર્લભ સંયોગ બની રહ્યો છે. શ્રાવણ મહિનાના આ દિવસે એક બે નહીં પણ 4 શુભ મુહૂર્ત એકસાથે સર્જાઈ રહ્યા છે. આવા સંયોગો ઘણા વર્ષો પછી આવતા હોય છે. જોવા જયેતો આ દિવસે ભદ્રા યોગ પણ છે. તેથી સવારે રક્ષાસુત્ર બાંધી શકાશે નહીં અને, બપોરે 1:30 વાગ્યા બાદ બહેનો તેમના ભાઈઓને રાખડી બાંધી શકશે.
રાખડી બાંધવા માટે કયું મુહૂર્ત સૌથી શુભ છે?
શ્રવણ નક્ષત્ર સોમવારે સવાર થી શરૂ થશે અને ત્યાર પછી ઘનિષ્ઠ નક્ષત્ર છે . તે પણ મંગળનો નક્ષત્ર છે અને મંગળ એ કાર્તિકેય સ્વામી ના પુત્ર છે જેમને સુભ્રમણયમ તરીકે ઓળખીએ છીએ તેમનું નક્ષત્ર છે. જેથી શુભયોગના સમયે એ રીતે છે કે બપોર સુધી ભદ્રા એટલે કે વૃષ્ટિકરણ હોવાથી રક્ષાબંધન કરી શકાશે નહીં પરંતુ 1:30 વાગ્યા પછીનો સમય રાખડી બાંધવા માટે યોગ્ય માનવામાં આવે છે.