આજે સોનાના અને ચાંદીના ભાવો લાલ નિશાનમાં ટ્રેડ કરી રહ્યા છે
અમદાવાદ, 13 ડિસેમ્બર 2022, મંગળવાર
આંતરરાષ્ટ્રીય અને ભારતીય વાયદા બજારમાં આજે સોના અને ચાંદીના ભાવો લાલ નિશાન ઉપર ટ્રેડ થઈ રહ્યા છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર આજે સોનાની કિંમત શરૂઆતના ટ્રેડમાં 0.31% ઘટાડા સાથે ટ્રેડ થઈ રહી છે. તે જ સમયે, વાયદા બજારમાં આજે ચાંદી 0.41% ઘટી છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનાના ભાવમાં 0.45% અને ચાંદીના ભાવમાં 1.59 ટકાનો વધારો જોવા મળ્યો હતો. આજે વાયદા બજારમાં સવારે 9:20 વાગ્યા સુધી 24 કેરેટ શુદ્ધતાનું સોનું રૂ. 54,125/10 ગ્રામ ઉપર ટ્રેડ થઈ રહ્યું હતું, જે ગઈકાલના બંધ ભાવથી રૂ. 170 ઘટીને આજે સોનાનો ભાવ રૂ.54,109 જેટલી ખુલ્યો હતો. એકવાર કિંમત 54,149 રૂપિયા થઈ ગઈ હતી. પરંતુ, તે ટૂંક સમયમાં ઘટીને રૂ. 54,125 સુધી આવી ગઈ હતી. શુક્રવારે સોનાનો ભાવ રૂ.244ના વધારા સાથે રૂ.54,295 પર બંધ થય ગયો હતો.
MCXમાં ચાંદીનો ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો
મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં આજે ચાંદીમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. ચાંદીની કિંમત ગઈકાલના બંધ ભાવથી રૂ. 277 જેટલા ઘટીને રૂ. 67,761 પર ટ્રેડ કરી રહી હતી. ચાંદીનો ભાવ આજે રૂ. 67,490 ઉપર ખુલ્યો હતો. એકવાર તે ખુલ્યા પછી તેની કિંમત 67,805 રૂપિયા થઈ ગઈ હતી. પરંતુ, થોડા સમય પછી તે ઘટીને 67,761 રૂપિયા જેટલી થઈ ગઈ હતી. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ચાંદીના વાયદાના ભાવ રૂ. 1,069ના ઉછાળા સાથે રૂ. 68,103 ઉપર બંધ થયો હતો.
આંતરરાષ્ટ્રીય બજારમાં પણ મંદી
આંતરરાષ્ટ્રીય બજારમાં આજે સોનું અને ચાંદી લાલ નિશાનમાં ટ્રેડ કરતા મળી રહ્યા છે. ગઈકાલના બંધ ભાવની સરખામણીની વાત કરીએ તો આજે સોનાની હાજર કિંમત 0.56 ટકા ઘટીને $1,787.25 પ્રતિ ઔંસ સુધી થઈ હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીના ભાવમાં પણ આજે ઘટાડો જોવા મળ્યો છે. ચાંદીનો ભાવ 0.85 ટકા ઘટીને 23.28 ડોલર પ્રતિ ઔંસ સુધી થયો છે. છેલ્લા એક મહિનાની અંદર સોનાની કિંમતમાં 1.56 ટકાનો વધારો જોવા મળ્યો છે. એ જ રીતે ચાંદીના ભાવમાં પણ 30 દિવસની અંદર 7.06 ટકાનો વધારો જોવા મળ્યો છે.
ગયાં સપ્તાહે બુલિયન માર્કેટમાં તેજી જોવા મળી હતી
ગયા સપ્તાહે ભારતીય બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં ધરખમ વધારો નોંધાયો હતો. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનની વેબસાઈટ અનુસાર, છેલ્લા બિઝનેસ અઠવાડિયાની શરૂઆતમાં 5 ડિસેમ્બરના રોજ, 24 કેરેટ સોનાનો ભાવ 53,854 હતો, જે શુક્રવાર સુધીમાં વધીને 53,937 રૂપિયા/10 ગ્રામ જેટલો થયો હતો. શુક્રવારે 999 શુદ્ધતાની ચાંદીની કિંમત 65,764 રૂપિયા પ્રતિ કિલોગ્રામથી વધીને 66,131 રૂપિયા સુધી થઈ ગઈ છે.