મેઘરાજા મહેરબાન: ગુજરાતનાં કયા કયા વિસ્તારમાં વરસાદની આગાહી varsad aagahi

varsad aagahi: રાજ્યમાં ફરીથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે પોતાની આગાહીમાં ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. આ આગાહીમાં તેમણે ચાર દિવસની આગાહી કરી છે. ઓગસ્ટ મહિનો કોરોધાકળ રહ્યા બાદ ફરીથી મેઘરાજા ફરી પ્રસન્ન થઇ રહ્યા છે. જોકે, હવામાન વિભાગની વરસાદની આગાહીને કારણે ખેડૂતોમાં પણ ખુશીની લાગણી છવાઇ ગઇ છે.

varsad aagahi
અમદાવાદ હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આગાહી કરતા જણાવ્યુ છે કે, 16થી 18 સપ્ટેમ્બર સુધી અતિ ભારે વરસાદ થઈ શકે છે. આ સાથે તેમણે શનિવારની આગાહી અંગે જણાવ્યુ કે, છોટાઉદેપુર અને નર્મદામાં અતિ ભારે વરસાદ થઈ શકે છે. આજે 5 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. જેમાં સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દાદરાનગર અને દમણમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. પંચમહાલ, દાહોદ, વડોદરામાં પણ ભારે વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યુ કે, 17મી સપ્ટેમ્બરે નર્મદા, તાપી, દમણ, દાદરાનગરહવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 17મીએ છોટાઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. તો 17મીએ મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, મહીસાગર, વડોદરામાં ભારે વરસાદ થઈ શકે છે.

આ ઉપરાંત તેમણે 18મી સપ્ટેમ્બરે પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા અને અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી કરી છે. તો 18મીએ જ સુરત, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબીમાં ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, કચ્છ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગરહવેલીમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

નોંધનીય છે કે, હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગીર જંગલ ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડ્યો છે. અહીં બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. લાંબા વિરામ બાદ ગીરમાં આકાશી અમીવર્ષા વર્ષી છે. ઉપરાંત દાહોદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. વરસાદની આગાહી વચ્ચે મેઘરાજાનું આગમન થયું છે

Leave a Comment