24 કલાક ગુજરાત માટે ભારે! આ વિસ્તારોમાં આજે રેડ એલર્ટ, અત્યંત ભારે varsad ni aagahi

varsad ni aagahi: ગુજરાતમાં વરસાદે ઓગસ્ટ મહિનામાં બ્રેક બાદ જાણે સપ્ટેમ્બરમાં એક્સિલેટર પર પગ મૂકી દીધો હોય તેમ જમાવટ કરી છે. ગઇકાલે રાજ્યના અનેક વિસ્તારોને મેઘરાજાએ ઘમરોળ્યા હતા. રાજ્યમાં એકથી 10 ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે આજે કયા કયા વિસ્તારોમાં મેઘરાજા ફરી વળવાના છે તે અંગે હવામાન વિભાગની આગાહી જાણીએ. હવામાન વિભાગે રવિવારે કરેલી આગાહી અનુસાર આજે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન ખાતાની માહિતી પ્રમાણે, આજે એટલે સોમવારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં રેડ એલર્ટ આપવામાં આવી છે. જેના કારણે આ વિસ્તારોમાં અત્યંત ભારે varsad ni aagahi કરવામાં આવી છે. આ સાથે પાટણ, મહેસાણા, ગાંધીનગર અને મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલમાં યલો એલર્ટ એટલે આ વિસ્તારોમાં ભારે varsad ni aagahi આપવામાં આવી છે.

varsad ni aagahi
હવામાન ખાતાએ આપેલા મેપ પ્રમાણે, 19મી તારીખે એટલે મંગળવારે રેડ એલર્ટ આપવામાં આવ્યુ નથી. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જેથી આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આ સાથે કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલમાં યલો એલર્ટ છે. એટલે કે અહીં ભારે varsad ni aagahi કરવામાં આવી છે.

આ સાથે હવામાન ખાતાના મેપ પ્રમાણે 20મી તારીખ એટલે કે, બુધવારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કચ્છમાં અતિભારેથી ભારે varsad ni aagahi આપવામાં આવી છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, જામનગરમાં ભારે વરસાદની આગાહી છે.

નર્મદા નદીમાં ઘોડાપૂરની સ્થિતિને પગલે તીર્થધામ ચાણોદમાં જળતાંડવના દ્રશ્યો સર્જાયા છે. ચાંણોદનાં કોર્ટ ફળિયામાં 12 લોકો ફસાઈ જતા તમામનાં જીવ તાંડવે ચોટ્યા હતા. વડોદરા ફાયર ફાઈટરો ફસાયેલા લોકોમાં પાંચ મહિલા અને સાત બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. વડોદરા જિલ્લાના ઉપપ્રમુખ અશ્વિન વકીલને જાણ થતા તેમણે તંત્રને તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ માટે સુચના આપી હતી. હાલ તમામ લોકોને સુરક્ષિત ખસેડાયા છે.

બનાસકાંઠા જિલ્લામાં અને દક્ષિણ રાજસ્થાનમાં સારા વરસાદને લીધે બનાસકાઠાં જિલ્લામાં આવેલ દાંતીવાડા બંધમાં સારા પ્રમાણમાં પાણીની આવક થતાં 17-09-2023 સુધી દાંતીવાડા ડેમના 4 દરવાજા ખોલીને ડેમમાંથી 10,659 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. હજુ પણ વધુ પાણી છોડવામાં આવવાની સંભાવના છે.

Leave a Comment