ગુજરાતના ઘણા જિલ્લાઓમાં રાતથી જ વરસાદની શરૂઆત થઈ ગયેલ છે. વરસાદનું જોર પણ વધવાની શક્યતાઓ છે અને ઘણા વિસ્તારોમાં ફરીથી વરસાદી મહોલ ની શરૂઆત થાય તેવી શક્યતાઓ છે.
બંગાળની ખાડીમાં સાયકલોનિક્સ સર્ક્યુલેશન હતું તે મજબૂત બનીને હવે લો પ્રેશર એરિયા બની ગયું છે તેવું હવામાન નિષ્ણાંતો નો કહેવું છે તેની અસર ઘણા રાજ્યોમાં પણ વર્તાઈ રહી છે.
ગુજરાતમાં આ સર્ક્યુલેશન ના કારણે આવનારા આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં ભારે તો કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હાલ રાજ્યમાં બે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે એક બાજુ ચોમાસુ વિદાય લઇ રહ્યું છે તો બીજી બાજુ સરોએવો વરસાદ પણ વરસી રહ્યો છે.
જે વિસ્તારમાં વરસાદી માહોલ છવાશે છે ત્યાં પવનની ગતિમાં પણ થોડો વધારો અને ગાંજવી સાથે વરસાદ પડે તેવી શક્યતાઓ છે.
ગુજરાત રાજ્યમાં આ વરસાદનો છેલ્લો રાઉન્ડ છે. તે પછી ચોમાસુ વિદાય પણ લઈ લે તેવી શક્યતા છે.