ખેડૂતને ખેતરમાં પાઈપલાઈન નાખવા માટે મળશે 22,500 સુધીની સહાય

ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતની આવક બમણી કરવા અનેક યોજના બનાવવામાં આવે છે. આ યોજના થકી ખેડૂતનો આર્થિક વિકાસ કરવાનો છે. જેમની એક યોજના છે PVC Pipeline Yojana 2023. આ યોજના થકી ખેડૂતને ખેતરમાં પાઈપલાઈન નાખવા માટે મળશે 22,500 સુધીની સહાય મળવા પાત્ર છે.

આ યોજનાનો લાભ કોણ લઈ શકે
અરજદાર ખેડૂત ગુજરાત રાજયનો હોવો જોઈએ.
આ યોજનાનો લાભ નાના ખેડૂત, સીમાંત અથવા મોટા ખેડૂત પ્રકારના ખેડૂતોને મળશે.
અરજદાર ખેડૂત પાસે પોતાનું જમીન રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ.
ખાતા દ્વારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.

મળવાપાત્ર સહાય
સામાન્ય ખેડૂતો માટે ખરીદ કિંમતના ૫૦% અથવા રૂ.૧૫,૦૦૦/- પ્રતિ લાભાર્થી બે માંથી જે ઓછુ હોય તે, HDPE પાઈપ માટે રૂ.૫૦/- પ્રતિ મીટર , PVC પાઈપ માટે રૂ.૩૫/- પ્રતિ મીટરHDPE Laminated Woven lay flat Tubes માટે રૂ.૨૦/- પ્રતિ મીટર પ્રતિ લાભાર્થી
અનુસુચિત જાતિનાં ખેડૂતો માટે ખરીદ કિંમતના ૭૫% અથવા રૂ.૨૨૫૦૦/- પ્રતિ લાભાર્થી બે માંથી જે ઓછુ હોય તેHDPE પાઈપ માટે રૂ.૭૫/-પ્રતિ મીટર,PVC પાઈપ માટે રૂ.૫૨.૫૦/-પ્રતિ મીટર,HDPE Laminated Woven flat tube પાઈપ માટે રૂ.૩૦/- પ્રતિ મીટર
અનુસુચિત જનજાતિનાં ખેડૂતો માટે ખરીદ કિંમતના ૭૫% અથવા રૂ.૨૨૫૦૦/- પ્રતિ લાભાર્થી બે માંથી જે ઓછુ હોય તે, HDPE પાઈપ માટે રૂ.૭૫/-પ્રતિ મીટર, PVC પાઈપ માટે રૂ.૫૨.૫૦/-પ્રતિ મીટર, HDPE Laminated Woven flat tube પાઈપ માટે રૂ.૩૦/- પ્રતિ મીટર

જરૂરી ડોક્યુમેન્ટ
આધારકાર્ડની ઝેરોક્ષ
રેશનકાર્ડની ઝેરોક્ષ
ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
બેંક પાસબુક ઝેરોક્ષ
મોબાઈલ નંબર (ચાલુ હોય તેવો)

અરજી કરવાની છેલ્લી તારીખ: 06/09/2023

અરજી કયાં કરવી
તમારા ગામની ગ્રામ પંચાયત ઓફિસે જઈને vce મારફત ઑનલાઇન અરજી કરાવી શકો છો અથવા તો તમે જાતે જikhedut પોર્ટલ સાઈટ પર જઈને ઑનલાઇન અરજી કરી શકો છો.

Leave a Comment