અંબાલાલ પટેલ: દક્ષીણ ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી: આજે પણ અનેક જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

અંબાલાલ પટેલ

ગુજરાતમાં હજુ પણ 5 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ સૌથી વધારે બઘડસત્તી બોલાવશે. આજે પણ અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવેલી છે.

દક્ષીણ ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી

• આજે પણ કેટલાક જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસશે

• નર્મદા નદીકાંઠા વિસ્તારના લોકોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં આજે અમરેલી, ભાવનગર, દાહોદ, ભરૂચ, ડાંગ, સુરત, તાપી, નવસારી અને વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદ મન મૂકીને વરસશે.

રાજ્યમાં આગામી 5 દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

તમને જણાવી દઇએ કે, દક્ષિણ ગુજરાતમાં વરસાદના વધુ એક રાઉન્ડે હવે જળબંબકારની સ્થિતિ સર્જી છે. દક્ષિણ ગુજરાતના લગભગ મોટાભાગના તમામ સાતેય જિલ્લાઓમાં મેઘરાજા ટાઇમસર ધડધબાટી બોલાવતા રહે છે. મહત્વનું છે કે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ પણ રાજ્યમાં આગામી 5 દિવસ માટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ, ગઇકાલે ડાંગ, આહવા, વઘઇ અને સાપુતારામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઇ ચૂક્યા હતા.

દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ મેઘમહેર

નોંધનીય છે કે, દક્ષિણ ગુજરાતમાં ભરૂચ , નવસારી, વલસાડ અને ડાંગમાં વધુ મેઘમહેર જોવા મળી રહી છે. ભરૂચમાં પણ ગઈકાલે સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ વરસ્યો હતો. અસહ્ય ગરમીના ઉકળાટ બાદ વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી હતી તેમજ વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી. જોકે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.

નર્મદા નદીકાંઠા વિસ્તારના લોકોને એલર્ટ રહેવા સૂચના

ગુજરાતની એવી જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક વધી ચૂકી છે. જેના કારણે તંત્રએ વધુ પાણી છોડવાનો નિર્ણય કર્યો છે. નર્મદા ડેમમાંથી ડાઉન સ્ટ્રીમમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. તેમજ ભરૂચ નજીક નર્મદાનું જળસ્તર વધવાથી તંત્ર એલર્ટ થઇ ગયું છે. નદીકાંઠા વિસ્તારના લોકોને એલર્ટ રહેવા વહીવટી તંત્રએ અપીલ તથા જાણ કરી છે. નર્મદા નદીમાં હાલ 3.15 લાખ ક્યુસેક પાણી છોડાયું છે. ડેમની જળસપાટી 138.44 મીટરે પહોંચી ગઈ છે. આથી, નર્મદા નદી કાંઠાના 26 ગામોને એલર્ટ કરી દેવાયા છે. તેમજ NDRF-SDRFની એક-એક ટીમ પણ તૈનાત કદક્ષીણ ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી: આજે પણ અનેક જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગરી દેવામાં આવી છે.

Leave a Comment