તમારા ગામની BPL યાદી 2022 , ચેક કરો તમારું નામ ઓનલાઇન – Reshan Card

તમારા ગામની BPL યાદી 2022

યોજનાનું નામ :  બી.પી.એલ. યાદી ( BPL new list )
મંત્રાલય   :   ભારત સરકાર
લાભાર્થી   :   રૂપિયા 1.8 લાખ વાર્ષિક થી નીચે આવતા પરિવારો
(ગરીબી રેખાની નીચે આવતા પરિવારો)
હેતુ   :   અધિકૃત વેબસાઈટ દ્વારા યાદીમાં નામ જોવાની સુવિધા ઉપલબ્ધ કરાવવી.
સત્તાવાર  પોર્ટલ    :   https://ses2002.guj.nic.in/

BPL યાદી શા માટે તૈયાર કરવામાં આવે છે?

આ યોજના હેઠળ સામાજિક અને કલ્યાણકરી યોજનાઓ માટે લાભાર્થીઓની પસંદગી રાજ્ય/દેશમાં ગરીબી રેખા નીચે આવતા BPL પરિવારોના આધારે કરવામાં આવે છે. દેશમાં ગરીબી રેખા નીચે આવતા પરિવારોને જ BPL કેટેગરીમાં રાખવામાં આવતા હોય છે. હાલમાં, કેન્દ્ર સરકાર દ્વારા સરકારી યોજનાનો લાભ આપવા માટે SECC 2011 ડેટામાં BPL પરિવારોની યાદીમાંથી લાભાર્થીઓની પસંદગી કરવામાં આવી રહી છે.

દેશના કોઈપણ રાજ્યના ગરીબી રેખા નીચે આવતા દરેક પરિવારો નવી BPL યાદી માં તેમના નામ જોવા માંગે છે, તેથી તેમને હવે સરકારી કચેરી માં ધક્કા ખાવાની જરૂર નથી, હવે તેઓ ઘરે બેઠા મોબઈલ દ્વારા ઓનલાઈન પોર્ટલ પર જઈને સરળતાથી તેમના નામ ચકાસી શકે છે.

BPL યાદી નો લાભ | BPL new list Benefits

1. જે લોકોનું નામ આ BPL નવી લિસ્ટ યાદીમાં આવશે તેમને સરકાર દ્વારા ઘણી સરકારી યોજનાઓનો લાભ આપવામાં આવશે.
2. દેશની ગરીબી રેખા નીચે આવતા લોકો ઘરે બેઠા સત્તાવાર વેબસાઈટ દ્વારા BPL યાદીમાં પોતાનું નામ સરળતાથી જોઈ શકે છે.
3. ગરીબી રેખા નીચે આવતા તમામ લોકોને પણ સરકારી કામમાં વધારાની મદદ મળશે. જેનાથી તેમના બાળકોને શિષ્યવૃતિની સાથે સાથે રોજગાર પણ મળશે.
4. BPL નવી યાદી માં નામ આવવાનો પ્રથમ ફાયદો એ થશે કે ગરીબી રેખા નીચે આવતા દરેક લોકોને સબસિડીવાળા દરો અને ડેપો પર રાશન મળે છે, જેમાં ઘઉં, ચોખા, કઠોળ અને તેલ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે.
5. બીપીએલ કાર્ડ ધરાવતા નાગરિકોને આરોગ્ય, શિક્ષણ, સરકારી યોજનાઓમાં કેટલીક છૂટ છાટ મળે છે.
6. દેશના કરોડો ખેડૂતને BPL ધારક હોવાનો લાભ મળશે. આમાં ખેડૂતોને લોનના વ્યાજમાં ઘટાડો પણ થશે.

BPL યાદી માં નામ કેવી રીતે તપાસવું?

લાભાર્થીઓ કે જેઓ તેમનું નામ નવી BPL યાદીમાં જોવા માંગે છે, તો નીચે આપેલા પગલાંને ધ્યાનમાં લયને અનુસરો. તમે આ BPL યાદીમાં તમારું નામ બે પદ્ધતિઓના આધારે ચકાસી શકો છો.

BPL યાદીમાં તમારું નામ કઈ રીતે શોધવું?

Step 1 :- સત્તાવાર વેબ પોર્ટલ ઉપર જાઓ.
Step 2 :- હવે તમારા જિલ્લાનું નામ સિલેક્ટ કરો
Step 3 :- અહી રાજ્ય, જિલ્લો, પેટા જિલ્લો, બ્લોક ગામ વગેરે દાખલ કરો.
Step 4 :-  તમારો સ્કોર રેન્જ સિલેક્ટ કરો
Step 5 :- ત્યારપછી સબમિટ બટન ઉપર ક્લિક કરો.
Step 6 :- આવી રીતે તમે તમારા ગામની BPL યાદી ચકાસી શકો છો.

BPL લિસ્ટમાં નામ ચેક કરવા માટે
https://ses2002.guj.nic.in/search_village.php

Leave a Comment