ફક્ત 210 રૂપિયા જમા કરી દર મહિને મેળવો 5000 રૂપિયા, આ સરકારી સ્કીમમાં કરો રોકાણ

કેન્દ્ર સરકાર તરફથી અસંગઠિત ક્ષેત્રના લોકો માટે શરૂ કરવામાં આવેલી સોશિયલ સિક્યોરિટી સ્કીમ અટલ પેન્શન યોજના (Atal Pension Yojana) એ નવો રેકોર્ડ ઊભો કર્યો છે. અટલ પેન્શન યોજના (APY) એ ભારત સરકાર દ્વારા સમર્થિત અને PFRDA (પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી) દ્વારા સંચાલિત બહેંધરિકૃત પેન્શન યોજના છે. આપને જણાવી દઈએ કે આ સ્કીમ 9 મે 2015 ના રોજ શરૂ કરવામાં આવી હતી. APY હેઠળ નોંધણી 25 ઓગસ્ટ 2021 સુધીમાં 3.30 કરોડને વટાવી ગઈ છે.

APY ના નિયમો મુજબ 18 થી 40 વર્ષની વય જૂથની વ્યક્તિ માસિક પેન્શન માટે પાત્ર બનવા માટે APY એકાઉન્ટ ખોલી શકે છે. આ યોજના હેઠળ સબસ્ક્રાઇબરને 60 વર્ષની નિવૃત્તિની ઉંમરથી તેના દ્વારા કરવામાં આવેલા યોગદાનના આધારે 1,000 થી 5,000 રૂપિયાનું સુધીનું પેન્શન મળે છે.

દર મહિને મળશે 5000 રૂપિયાની પેન્શન

આપને જણાવી દઈએ કે અટલ પેન્શન યોજના ઓછા રૂપિયાનું રોકાણ કરીને પેન્શનની ખાતરી આપવા માટે એક માત્ર સારો વિકલ્પ છે. તાજેતરમાં અટલ પેન્શન યોજના હેઠળ સરકાર 60 વર્ષ પછી દર મહિને 1000 થી 5000 રૂપિયા સુધીની પેન્શનની ગેરન્ટી આપે છે. અટલ પેન્શન યોજના હેઠળ એકાઉન્ટમાં દર મહિને નિશ્ચિત યોગદાન કરવા પર રિટાયરમેન્ટ પછી 1000 રૂપિયા થી 5000 રૂપિયાનું માસિક પેન્શન મળશે. દર 6 મહિને માત્ર 1,239 રૂપિયાનું રોકાણ કરવાથી 60 વર્ષની ઉંમર પછી 5000 રૂપિયા પ્રતિ માસ એટલે કે 60,000 રૂપિયા દર વર્ષે પેન્શનની સરકાર ગેરન્ટી આપી રહી છે.

દર મહિને જમા કરવા પડશે 210 રૂપિયા

વર્તમાન નિયમો મુજબ જો 18 વર્ષની ઉંમરે માસિક પેન્શનમાં 5000 રૂપિયા મેળવવા માગો છો, તો એ દરેક લોકોને દર મહિને 210 રૂપિયા સ્કીમમાં જમા કરવા પડશે. જો આ જ રૂપિયા દર ત્રણ મહિને આપવામાં આવે તો 626 રૂપિયા જમા કરવા પડશે તથા છ મહિનામાં 1,239 રૂપિયા ચુકવવા પડશે. 1,000 રૂપિયાનું પેન્શન મેળવવા માટે જો તમે 18 વર્ષની ઉંમરે રોકાણ કરો છો, તો તમારે દર મહિને 42 રૂપિયા ચૂકવવા પડશે.

નાની ઉંમરમાં જોડાવા પર મળશે વધુ લાભ

ધારો કે જો તમે 5 હજાર પેન્શન માટે 35 વર્ષની ઉંમરે જોડાઓ છો, તો 25 વર્ષ સુધી તમારે દર 6 મહિને 5,323 રૂપિયા જમા કરાવવા પડશે. આવી સ્થિતિમાં તમારું કુલ રોકાણ 2.66 લાખ રૂપિયા થશે, જેના પર તમને 5 હજાર રૂપિયા માસિક પેન્શન મળશે. જ્યારે 18 વર્ષની ઉંમરે જોડાવાથી તમારું કુલ રોકાણ માત્ર 1.04 લાખ રૂપિયા થશે. એટલે કે આ જ પેન્શન માટે લગભગ 1.60 લાખ રૂપિયા વધુ રોકાણ કરવા પડશે. ઈનકમ ટેક્સની કલમ 80CCD હેઠળ તેમા ટેક્સ છૂટનો લાભ મળે છે.

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત ને ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો.

Leave a Comment