મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી

મફત પ્લોટ યોજના ગુજરાત 2022 : ગુજરાત ગ્રામ્ય વિસ્તારમાં જે પણ લોકો ગરીબી રેખા નીચે જીવન જીવતા જમીન વિહોણા ખેત-મજૂરો તથા ગ્રામ્ય કારીગરો માટે રાજ્ય સરકારની ઘરથાળના મફત પ્લોટની યોજનાની શરૂઆત 1972થી થઇ છે. ગુજરાત સરકારના પંચાયત વિભાગ હેઠળ આ યોજનાને આવરી લેવામાં આવી છે. ચાલો ત્યાં મફત પ્લોટ યોજના ફોર્મ 2022 વિશે સંપૂર્ણ માહિતી આ લેખમાં વાચીએ.

મફત પ્લોટ યોજના ગુજરાત 2022

ઘર-વિહોણા કુટુંબોને મકાન બાંધકામ માટે રહેણાંકના મફત પ્લોટ આપવાની યોજનાનો ગુજરાતમાં છૂટક છૂટક અમલ થતો હતો. પાંચ વર્ષ પૂર્વે 1 મે 2017ના રોજ ગુજરાત સ્થાપના દિવસે આ યોજનામાં સુધારો કરવામાં આવ્યો હતો. પંચાયત અને ગ્રામ નિર્માણ વિભાગે ગામડાઓમાં વસતા ઘર-વિહોણા કુટુંબોને મહત્તમ 100 ચોરસ વાર પરંતુ, 50 ચોરસ વારથી ઓછા ક્ષેત્રફળનો નહી એમ ઘરથાળનો મફત પ્લોટ આપવા પ્રસિદ્ધ કરેલ સુધાર ઠરાવમાં ગ્રામસભા બહોળો પ્રચાર કરવા કહેવામાં આવ્યું હતુ. આ યોજના નીચે વિના મૂલ્યે ઘરથાળના પ્લોટ માટે આવતી અરજીઓના નિકાલ અને વિલંબ નિવારવા માટે સમિતિઓની રચના કરવામાં આવી હતી. જે પૈકી લેન્ડ કમિટીને દર મહીનાના પહેલા ફાળવણીની અરજીઓને નિકાલ કરવા કહ્યું હતું.

વિકાસ કમિશ્નરે ગયા સપ્તાહે DDOને કરેલા આદેશપત્રની સાથે અરજી કરવાનું ફોર્મ, તેનો નમૂનો, તલાટીનું પ્રમાણપત્ર તેમજ અરજદારના બાંહેધરી પત્રના નમૂના પણ મોકલ્યા હતા. જેથી ગ્રામીણ વિસ્તારોમાં ઝડપથી ઘરવિહોણા પરિવારો પાસેથી મફત પ્લોટ ફાળવણીની અરજીઓ એકત્ર કરીને તેનો નિકાલ કરવામાં આવે.

મફત પ્લોટ યોજના ગુજરાત 2022

ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા ઘર-વિહોણા BPL યાદીમાં નોંધાયેલ મજુરો તેમજ કારીગરોને પોતાનું ઘરનું ઘર બનાવવા માટે આ યોજના અમલમાં મુકવામાં આવેલ છે. અત્યાર સુધી આ યોજનાનો લાખો લાભાર્થીએ લાભ પણ લીધેલો છે. રાજ્ય સરકારનો પ્રયત્ન છે કે તમામ ગરીબ લોકોને આ યોજનાનો લાભ વધુમાં વધુ મળી શકે એ માટે તા. 01-05-2017નાં રોજ નવો ઠરાવ કરીને ગુજરાત મફત પ્લોટ યોજનાના નિયમોમાં ઘણા સુધારા કર્યા છે.

100 ચોરસ વાર મફત પ્લોટ યોજના

રાજ્ય સરકારના પંચાયત વિભાગ દ્વારા 1972થી આ યોજનાની શરૂઆત કરી હતી. ગામડામાં જે લોકોની આર્થિક પરિસ્થિતિ સારી નથી એમને પોતાનું ઘર મળી રહે એ આ યોજનાનો મુખ્ય હેતુ છે. મફત પ્લોટ ગુજરાત યોજનાનો લાભ વધારેમાં વધારે ગરીબ લોકોને મળે એ માટે પંચાયત વિભાગ દ્વારા કેટલાક સુધારા કરીને તા. 01-05-2017નાં રોજ નવો ઠરાવ બહાર પડ્યો છે.

મફત પ્લોટ યોજના ડોક્યુમેન્ટ યાદીનું લિસ્ટ

આ યોજનાનો લાભ લેવા માટે નીચે જણાવેલ ડોક્યુમેન્ટ / પુરાવાની જરૂરી પડશે.

• અરજી ફોર્મ

• રેશનકાર્ડની નકલ

• ચૂંટણીકાર્ડની નકલ / આધારકાર્ડની નકલ

• SECCના નામની વિગત

• ખેતીની જમીનનો દાખલો (જમીન નથી તેની વિગત)

• પ્લોટ / મકાનની વિગત દર્શાવતો દાખલો

મફત પ્લોટ ગુજરાત યોજના અરજી પ્રક્રિયા

આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીએ ઓફલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવા માટે પંચાયતમાંથી ફોર્મ મેળવી તેમાં માંગેલી તમામ માહિતી સાચી ભરી અને જરૂરી ડોક્યુમેન્ટ જોડી તલાટી શ્રીના સહી અને સિક્કા કરાવવાના રહેશે.

મહત્વપૂર્ણ લિંક

સત્તાવાર પરિપત્ર વાચવા માટે અહીં ક્લિક કરો

https://drive.google.com/file/d/11PB7M8EDvHB6X1xSAspEj0zfeN9BuzrC/view?usp=sharing

ફોર્મ ડાઉનલોડ કરવા મટે અહી ક્લિક કરો

https://drive.google.com/file/d/11PB7M8EDvHB6X1xSAspEj0zfeN9BuzrC/view?usp=sharing

મફત પ્લોટ યોજનાનો લાભ કોને મળશે?

ગ્રામ્ય વિસ્તારના ગરીબ લોકોને લાભ મળશે

મફત પ્લોટ યોજનાનો હેતુ શું છે?

ગુજરાત ગ્રામ્ય વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવન જીવતા જમીન વિહોણા ખેત-મજૂરો તથા ગ્રામ્ય કારીગરોને મકાન બની રહે તે માટે,

મફત પ્લોટ યોજના ગુજરાત 2022 ક્યાં વિભાગ હેઠળ આવે છે?

મફત પ્લોટ યોજના પંચાયત વિભાગ ગુજરાત રાજ્ય હેઠળ આવે છે

[નોંધ : આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

–dandadda.in

Leave a Comment