સાવધાન / બે પાનકાર્ડ રાખશો તો રૂા. 10,000 નો દંડ – Pan card

હવેથી પાનકાર્ડ ફરજિયાત

વર્તમાન સમયમાં, પાન કાર્ડ ફરજિયાત દસ્તાવેજ છે. પાનકાર્ડ વગર કોઈ નાણાકીય વ્યવહાર થઈ શકે નહીં. દરેક નાણાકીય વ્યવહારો કરવા અને બેંકમાં ખાતું ખોલવવા માટે પાનકાર્ડ જરૂરી છે. બેંકથી લઈને ઓફિસ સુધી, તમે તેના વગર કોઈપણ નાણાકીય કામ કરી શકતા નથી. પરંતુ શું તમે જાણો છો કે પાન કાર્ડ સાથે જોડાયેલી માત્ર એક ભૂલ તમને મોટું આર્થિક નુકસાન આપી શકે છે.

10000 રૂ. નો દંડ

જો તમારી પાસે બે કે તેથી વધારે પાન કાર્ડ છે તો તમારે મોટો દંડ ભરવો પડી શકે છે. તેનાથી તમારૂં બેંક એકાઉન્ટ પણ ફ્રીઝ થઈ શકે છે. આ સિવાય તમારે 10 હજાર રૂપિયાનો દંડ પણ ભરવો પડી શકે છે. તેથી, જો તમારી પાસે પણ બે પાનકાર્ડ કાર્ડ છે, તો તરત જ તમારૂં બીજું પાન કાર્ડ વિભાગને સરેન્ડર કરવું પડશે. આવકવેરા અધિનિયમ 1961 ની કલમ 272B માં પણ આ માટેની જોગવાઈ કરવામાં આવી છે. અમને જણાવો કે તમે કેવી રીતે પાન કાર્ડ સરેન્ડર કરી શકો છો.

પાનકાર્ડ પરથી અન્યના નામે લેવાઈ રહી છે લોન

છેલ્લા કેટલાક સમયમાં, આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે જ્યારે છેતરપિંડી કરનારાઓએ લોકોના પાન કાર્ડની વિગતો ચોરી કરી અને તેમના નામે લોન લીધી હોય છે. આવી સ્થિતિમાં, પાન કાર્ડ વિશે વિચાર્યા વિના કોઈને પણ વિગતો શેર કરશો નહીં. જો કોઈ અન્ય વ્યક્તિએ તમારા નામે લોન લીધી છે તો તેની જવાબદારી પણ તમારી પર જ પડશે. જો તમે આ લોન સમયસર ન ચૂકવો તો તમારો ક્રેડિટ સ્કોર ઉપર ભારે અસર થઈ શકે છે.

Leave a Comment