Government Schemes: આપણા દેશનું લોકતંત્ર એટલું શક્તિશાળી બની ગયું છે કે દીકરીઓ પણ કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર પ્રશાસનથી લઈને આર્મીમાં દેશની સેવા કરી રહી છે. આવામાં સરકાર તેમના અભ્યાસને લઈને ખુબજ ચિંતિત પણ રહે છે. એક એવી યોજના છે જેના દ્વારા તમારી પુત્રીને 1 લાખ રૂપિયા કરતા પણ વધુ રકમ સરકાર તરફથી મળી રહી છે. જાણો આ યોજના વિશે સંપૂર્ણ માહિતી
Madhya Pradesh Ladli Laxmi Yojana Registration: સદીઓ સુધી દીકરીઓ અને મહિલાઓ પર સમાજમાં અત્યાચાર થતા હતા પરંતુ હવે સરકાર દરેક વર્ગને આગળ વધારવા માટે યોજનાઓ અમલમાં મૂકી રહી છે. આ જ રીતે આપણા સમાજમાં દીકરીઓને પણ યોગ્ય સન્માન અપાયું નથી પરંતું હવેથી આપણા દેશનું લોકતંત્ર એટલું બધું શક્તિશાળી બની ગયું છે કે દીકરીઓ પણ હવે કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર પ્રશાસનથી લઈને આર્મીમાં દેશની સેવા કરી રહી છે. આવામાં સરકાર તેમના અભ્યાસને લઈને ખુબજ ચિંતિત રહે છે. જેથી સરકાર એક એવી યોજના બહાર પાડે છે જેના દ્વારા તમારી પુત્રીને 1 લાખ રૂપિયા કરતા પણ વધુ રકમ જે સરકાર તરફથી મળી શકે છે.
કેટલી રકમ મળશે ?
આ યોજના હેઠળ સરકાર તમારી દીકરીના નામે 5 વર્ષ સુધી છ – છ હજાર રૂપિયા કોઈ કોષમાં જમા કરે છે. આ જ પ્રકારે કુલ 30,000 રૂપિયા તમારી દીકરીના ખાતામાં જમા થાય છે. ત્યારબાદ જ્યારે તમારી દીકરી ધોરણ 6માં પ્રવેશ કરે ત્યારે તેના બેંકમાં 2000 રૂપિયા સરકાર દ્વારા જમા કરવામાં આવે છે. એ જ રીતે ધોરણ 9માં આવે ત્યારે ખાતામાં 4000 રૂપિયા જમા કરવામાં આવે છે, ધોરણ 11માં આવે ત્યારે 6000 રૂપિયા અને ધોરણ 12માં આ ત્યારે 6000 રૂપિયા બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. ત્યારબાદ જ્યારે તમારી દીકરીની ઉંમર 21 વર્ષની થાય ત્યારે તેને 1 લાખ રૂપિયાની છેલ્લી ચૂકવણી કરવામાં આવે છે. હવે સરકારે આ યોજનામાં રકમ વધારી છે તો છેલ્લે ચૂકવણી પણ વધીને જ આવશે.
કોણ કરી શકે અરજી?
આ યોજનાનો લાભ જે માતા પિતા મધ્ય પ્રદેશના મૂળ રહીશ હોય અને તેઓ આવકવેરાના દાયરામાં ન આવતા હોય તેમની દીકરીઓને આપવામાં આવી રહી છે. આ યોજનાનું નામ લાડલી લક્ષ્મી યોજના છે. જે મધ્ય પ્રદેશ સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે.
કેવી રીતે કરી શકાય અરજી?
કોઈ પણ વ્યક્તિ પોતાની લાડલી દીકરીના તમામ દસ્તાવેજો આંગણવાડીમાં જમા કરાવી શકે છે અથવા તો ત્યાંના કાર્યકરોનો સંપર્ક પણ કરી શકે છે. લોકસેવા કેન્દ્ર, પરિયોજના કાર્યાલય કે પછી કોઈ પણ ઈન્ટરનેટ કેફે દ્વારા આ અરજી કરી શકાય છે. ત્યારબાદ તમારી અરજી સ્વીકૃતિ માટે પરિયોજના કાર્યાલયમાં જશે, ત્યાં આ અરજીની સરખી તપાસ કરવામાં આવશે અને અરજીને સ્વીકૃત(માન્ય) કે અસ્વીકૃત(અમાન્ય) કરવામાં આવશે. અરજી સ્વીકારાયા બાદ તમારી દીકરીના નામે સરકાર એક લાખ 43 હજાર રૂપિયાનું સર્ટીફિકેટ આપશે. સરકારે આ યોજનામાં મળનારી રકમમાં પહેલા કરતા હાલ વધારો કર્યો છે. પહેલા આ યોજના હેઠળ 1 લાખ 18 હજાર રૂપિયાનું પ્રમાણ પત્ર મળતું હતું. પરંતુ હવે 1 લાખ 43 હજાર રૂપિયા મળશે.