Gujarat New Cabinet: ભૂપેંદ્ર પટેલ કેબિનેટમાં ક્યાં નેતાઓને મળી શકે છે સ્થાન ? જોઈલો યાદી

ગુજરાતમાં જંગી બહુમતીથી જીત મળ્યા બાદ ભાજપ સરકાર બનાવવાની પ્રક્રિયામાં લાગી ગયું છે. આ દરમિયાન સૂત્રોએ એવા લોકોના નામ જાહેર કર્યા છે જેમને ગુજરાત કેબિનેટમાં સ્થાન મળી શકે છે.

Gujarat New Cabinet News: ગુજરાતમાં જંગી બહુમતીથી જીત મળ્યા બાદ ભાજપ સરકાર બનાવવાની પ્રક્રિયામાં લાગી ગયું છે. આ દરમિયાન સૂત્રોએ એવા લોકોના નામ જાહેર કરી દીધા છે જેમને ગુજરાત કેબિનેટમાં સ્થાન મળી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભૂપેન્દ્ર પટેલની આ નવી કેબિનેટમાં 20થી 22 જેટલા ધારાસભ્યોને સ્થાન મળી શકે છે. જેમાં 10 થી 11 જેટલા કેબિનેટ અને 12 થી 14 જેટલા રાજ્ય મંત્રીઓ હોઈ શકે છે. પરંતુ આ નામો પર અંતિમ મહોર દિલ્હીથી લાગશે.

અહીં જુઓ નવી સરકારની સંભવિત કેબિનેટ-

અનિરુદ્ધ દવે – માંડવી
શંકર ચૌધરી – થરાદ
બળવંતસિંહ રાજપૂત – સિદ્ધપુર
ઋષીકેશ પટેલ – વિસનગર
અલ્પેશ ઠાકોર – ગાંધીનગર દક્ષિણ
હાર્દિક પટેલ – વિરમગામ
કનુભાઈ પટેલ – સાણંદ
અમિત ઠાકર – વેજલપુર
કિરીટસિંહ રાણા – લીંબડી
કુંવરજી બાવળિયા – જસદણ
જયેશ રાદડિયા – જેતપુર
રાઘવજી પટેલ – જામનગર ગ્રામ્ય
મૂળુભાઈ બેરા – ખંભાળિયા
કૌશિક વેકરીયા – અમરેલી
હીરા સોલંકી – રાજુલા
જીતુ વાઘાણી – ભાવનગર પશ્ચિમ
પંકજ દેસાઈ – નડિયાદ
સી.કે.રાઉલજી – ગોધરા
મુકેશ પટેલ – ઓલપાડ
વિનુ મોરડિયા – કતારગામ
હર્ષ સંઘવી – મજુરા
કનુભાઈ દેસાઈ – પારડી
પુર્ણેશ મોદી – સુરત પશ્ચિમ
ઉદય કાનગડ – રાજકોટ પૂર્વ
બાલકૃષ્ણ શુક્લ – રાવપુરા વડોદરા

અનુસૂચિત જનજાતિ (ST)ના આ ચહેરાઓને પણ કેબિનેટમાં સ્થાન મળી શકે છે-

પીસી બરંડા – ભિલોડા
કુબેર ડીંડોર – સંતરામપુર
ગણપત વસાવા – માંગરોળ
નરેશ પટેલ – ગણદેવી
ડૉ દર્શના દેશમુખ – નાંદોડ
રાજેન્દ્રસિંહ રાઠવા – છોટા ઉદેપુર
નિમિષા સુથાર – મોરવા હડફ
રમણભાઈ વોરા – ઇડર – મંત્રી કે વિધાનસભાના અધ્યક્ષ
મનીષા વકીલ – વડોદરા શહેર
શંભુપ્રસાદ ટુંડિયા – ગઢડા

12 ડિસેમ્બરે CM શપથ લેશે

સૂત્રોના જણાવ્યા અનુસાર તમામ જાતિ અને પ્રદેશોને ધ્યાનમાં રાખીને સમીકરણો બનાવવામાં આવશે. નવા ચહેરાઓની સાથે જૂના ચહેરાઓને પણ સ્થાન મળી શકે છે. નિયમો અનુસાર કેબિનેટમાં વધુમાં વધુ 27 જેટલા સભ્યો હોઈ શકે છે. ભૂપેન્દ્રભાઈ પટેલ 12 ડિસેમ્બરે રાજ્યના આગામી મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલને રાજીનામું આપી દીધું છે. ભૂપેન્દ્ર પટેલ કેરટેકર મુખ્યમંત્રી તરીકે હાલમાં યથાવત રહેશે. પક્ષ તરફથી સરકાર રચવાનો દાવો કર્યો હતો. સ્પષ્ટ બહુમતી હોવાથી પક્ષ તરફથી સી.આર.પાટીલે પણ સરકાર રચવાનો દાવો કર્યો હતો. પંકજ દેસાઇએ કહ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું રાજીનામું રાજ્યપાલે સ્વીકારી લીધું છે, અને ભાજપ ધારાસભ્ય દળની બેઠક આવતીકાલે મળશે. શપથવિધીનો સમય નક્કી કરવા કાલે બપોરે બે વાગ્યે મળવાનો સમય માંગવામાં આવ્યો છે. મુખ્યમંત્રીની સાથે કેટલા મંત્રીઓ શપથ લેશે તે પણ આવતી કાલે નક્કી થઇ જશે.

Leave a Comment