ગુજરાતમાં ભાજપના 40 સ્ટાર પ્રચાર નેતાઓ સભા ગજવશે;નરેન્દ્રભાઈ મોદી, જે. પી. નડ્ડા, રાજનાથ સિંહ, અમિત શાહ સહિત પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નીતિન પટેલ સ્ટાર પ્રચારક
• ગુજરાતમાં ભાજપના 40 સ્ટાર પ્રચારક નેતાઓ સભા ગજવશે
• પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નીતિન પટેલ સ્ટાર પ્રચારક
• 15થી વધુ કેન્દ્રીય નેતાઓ ગુજરાતમાં પ્રચાર કરશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ચૂંટણીના માહોલ વચ્ચે ધમધમાટા પૂર્વક ઉમેદવારોના નામ પણ જાહેર થઈ રહ્યાં છે ત્યારે વિધાનસભાની ચૂંટણી જીતવા માટે રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર-પ્રસારથી લઈને તમામ તૈયારીઓ કરી રહ્યાં છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી જીત માટે રાજકીય બેઠકોનો દાવપેચ પણ શરૂ કરી દીધો છે. ભાજપે ગતરોજ 160 ઉમેદવારોની યાદી પણ જાહેર કરી દીધી છે. કોંગ્રેસે પણ 96 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આગામી વિધાનસભાની ચૂંટણીના પ્રચાર અભિયાનનું પીએમ મોદી નેતૃત્વ કરવા જઈ રહ્યા છે.
ભાજપના 40 સ્ટાર પ્રચારક નેતા પ્રચાર કરશે
ભાજપ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ 40 સ્ટાર પ્રચારકો ગુજરાતની તમામ વિધાનસભાની બેઠકો ખૂંદી વળશે તેવું અનુમાન. ગુજરાતના વિધાનસભા ચૂંટણી જીતવા માટે ભાજપના 40 સ્ટાર પ્રચારક નેતાઓના નામ સામે આવ્યાં છે, જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નીતિન પટેલ સહિતના નેતાઓ સ્ટાર પ્રચારકની કામગીરી ભજવશે. જેમાં ફિલ્મ અભિનેતા-નેત્રી અને રાજનીતિ સાથે સંકળાયેલા નેતાઓનું નામ પણ સામેલ કરવામાં આવેલ છે જેમાં પરેશ રાવળ, હેમા માલિનીના નામ પણ છે.
જુઓ, ભાજપના સ્ટાર પ્રચાર નેતાઓના નામ
1.નરેન્દ્રભાઈ મોદી
2. જે.પી. નડ્ડા
3. રાજનાથ સિંહ
4. અમિતભાઈ શાહ
5. નીતિન ગડકરી
6. સી. આર. પાટીલ
7. ભૂપેન્દ્રભાઈ પટેલ
8. અર્જુન મુંડા
9. સ્મૃતિ ઈરાની
10. ધર્મેન્દ્ર પ્રધાન
11. મનસુખભાઈ માંડવિયા
12. ભૂપેન્દ્ર યાદવ
13. પરષોત્તમભાઈ રૂપાલા
14. ભારતીબેન શિયાળ
15. સુધીરજી ગુપ્તા
16. યોગી આદિત્યનાથ
17. શિવરાજસિંહ ચૌહાણ
18. હેમંત બિશ્વ શર્મા
19. દેવેન્દ્ર ફડણવીસ
20. વિજય રૂપાણી
21. નીતિન પટેલ
22. વજુભાઈ વાળા
23. રત્નાકર
24. દિનેશ લાલ યાદવ (નિરહુઆ)
25. રવિ કિશન
26. મનોજ તિવારી
27. તેજસ્વી સૂર્ય
28. હર્ષ સંઘવી
29. હેમા માલિની
30. પરેશભાઈ રાવલ
31. પ્રદિપસિંહ વાઘેલા
32. વિનોદભાઈ ચાવડા
33. મનસુખભાઈ વસાવા
34. પૂનમબેન મેડામ
35. પ્રશાંતભાઈ કોરાટ
36. શંભુપ્રસાદજી ટુંડિયા
37. કુંવરજીભાઈ બાવળિયા
38. ગણપતભાઈ વસાવા
39. પરષોત્તમભાઈ સોલંકી
40. પરિન્દુ ભગત
ચૂંટણી પ્રચાર અભિયાનનું નેતૃત્વ કરશે PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ગૃહ રાજ્ય ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી પ્રચાર અભિયાનનું નેતૃત્વ પોતે કરશે. તેઓ લગભગ 25 રેલીઓ કરશે તેવી શક્યતા છે, જેના દ્વારા સત્તાધારી પક્ષનું લક્ષ્ય 150 વિધાનસભા ક્ષેત્રોમાં મતદારો સુધી પહોંચવાનું છે.
PMના કાર્યક્રમોને 12 નવેમ્બર સુધીમાં અંતિમ સ્વરૂપ અપાશે
સૂત્રોએ મીડિયાને જણાવ્યું કે, આ રેલીઓની તારીખોને વડાપ્રધાન કાર્યાલયમાંથી પીએમ મોદીના કાર્યક્રમને મંજૂરી મળ્યા બાદ તેને અંતિમ રૂપ આપવામાં આવશે. પીએમ મોદી સહિત સ્ટાર પ્રચારકોના નેતૃત્વમાં આ ચૂંટણી રેલીઓ આગામી સપ્તાહથી શરૂ થાય તેવી શક્યતા છે. પીએમ મોદીના કાર્યક્રમોને 12 નવેમ્બર સુધીમાં અંતિમ સ્વરૂપ આપી દેવામાં આવશે તેવું અનુમાન. પીએમ મોદી ઉપરાંત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ભાજપના સ્ટાર પ્રચારક તરીકે ગુજરાતનો પ્રવાસ કરશે.
યોગી આદિત્યનાથ સભા ગજવશે
ભાજપે 40 સ્ટાર પ્રચારક મેદાને ઉતાર્યા છે. 15થી વધુ કેન્દ્રીય નેતાઓ ગુજરાત રાજ્યમાં પ્રચાર કરશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા 20થી પણ વધુ સભાઓ કરશે. સાથે કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, નીતિન ગડકરી, અર્જુન મુંડા પણ સભાઓ ગજાવશે.આ ઉપરાંત સ્મૃતિ ઈરાની, ધર્મેન્દ્રપ્રધાન, ભુપેન્દ્ર યાદવ, MPના CM શિવરાજસિંહ ચૌહાણ, UPના CM યોગી આદિત્યનાથ, પૂર્વ CM દેવેન્દ્ર ફડણવીસ ગુજરાતના પ્રચાર માટે આવશે.