ચૂંટણી પૂર્ણ થતાં જ હીરા ઉદ્યોગકારો અને બિલ્ડરોને ત્યાં ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની રેડ, 20થી વધુ સ્થળોએ ટીમો ત્રાટકી
40 થી વધુ સ્થળોએ ચાલી રહી છે દરોડાની કાર્યવાહી
ગુજરાતમાં વિધાનસભાની પહેલા તબક્કાની ચૂંટણી પૂર્ણ થયાનાં બીજા દિવસથીજ સુરતના મહિધરપુરા વિસ્તારમાં આવેલા હીરા બજારમાં ધાનેરા ડાયમન્ડ કંપનીના અલગ અલગ યુનિટમાં રેડ પાડવામાં આવી રહી છે અને ઇન્કમટેક્સ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કંપનીના વિવિધ સ્થળોએ તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચૂંટણી બાદ સતત આવકવેરાની ઇન્વેસ્ટિગેશન વિંગના દ્વારા હીરાની પેઢીઓ ઉપર દરોડા પાડી બેનામી વ્યવહારોને પણ પકડવામાં આવ્યા છે.
24 સ્થળે તપાસ પૂરી થતાં 200 કરોડના બિન હિસાબો દર્શાવતા ડોક્યુમેન્ટ મળી આવ્યા
ગુજરાત વિધાનસભા -2022ની ચૂંટણીના બે તબક્કાનું મતદાન પૂર્ણ થય ગયું છે. ત્યારે સ્વાભાવિક છે કે સૌ કોઇનું ધ્યાન ચૂંટણીના પરિણામ પર રહેલુ છે. જો કે ચૂંટણીના માહોલ વચ્ચે ઇન્કમટેક્સ વિભાગે સુરતની નામાંકિત હીરા વેપારીઓની કંપની ઉપર તબાહી બોલાવી છે. આજે સતત ચોથા દિવસે પણ સુરતમાં હીરા વિભાગની કેટલીક કંપનીઓમાં ઇન્કમ ટેક્સ વિભાગની રેડ યથાવત ચાલુ છે. તેથી આ દરોડાને કારણે હીરાના વેપારીઓમાં ફફડાટ છવાઈ ગયો છે. સુરતમાં આવેલા મહિધરપુરા હીરા બજારમાં આવેલી ધાનેરા ડાયમન્ડ કંપનીમાં અલગ અલગ જગ્યાએ રેડ પાડવામાં આવી હતી. જેમાં 24 સ્થળે તપાસ પૂરી થતાં 200 કરોડના બિન હિસાબો દર્શાવતા ડોક્યુમેન્ટ મળી આવ્યા છે. ત્યારે આ બેનામી વ્યવહારોનો આંક 1500 કરોડે પહોંચી ગયો છે. ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા હીરા પેઢીઓ ઉપર દરોડા પાડી બેનામી વ્યવહારો પકડવામાં આવ્યા છે.
ચૂંટણી પૂર્ણ થતાં જ હીરા ઉદ્યોગકારો અને બિલ્ડરોને ત્યાં ITની રેડ, 20થી વધુ સ્થળોએ ટીમો ત્રાટકી ગય
ગુજરાતમાં વિધાનસભાની પહેલા તબક્કાની ચૂંટણી પૂર્ણ થયા પછી પણ ઈન્કમટેક્સ વિભાગના દરોડા ચાલુ જોવા મળ્યા છે. પરંતુ હવે મતદાન પુરૂ થતાં જ સુરતમાં ફરીવાર દરોડા પડ્યાં છે. હીરા ઉદ્યોગ અને બિલ્ડરોને ત્યાં સુરતમાં વહેલી સવારથી જ આવકવેરા વિભાગની ટીમો આવી પહોંચી છે. વહેલી સવારથી જ 6 વાગ્યાથી આવકવેરા વિભાગે 20થી વધુ સ્થળો ઉપર દરોડા પાડ્યાં છે. મતદાન બાદ અચાનક દરોડા પડવાથી બિલ્ડરોમાં ફફડાટ પડી ગયો છે. બીજી તરફ હિરા ઉદ્યોગમાં પણ ફફડાટ ફેલાયો છે. હાલમાં 100થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સુરત સહિત મુંબઈમાં પણ આ રેડનો રેલો પહોંચ્યો છે તેવું કેહવામાં આવી રહ્યું છે.
છેલ્લા ચાર દિવસથી આવકવેરા વિભાગની તપાસ થયાવત.
છેલ્લા ચાર દિવસથી આવકવેરા વિભાગ દ્વારા કુલ 6 ડાયમંડ પેઢીઓમાં દરોડામાં પાડી તપાસ કરવામા આવી છે. આ દરોડામાં 7 કરોડની જંગી રોકડ રકમ તથા જ્વેલરી પણ આવકવેરા વિભાગને મળી આવી છે. આવકવેરા વિભાગ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં 24 સ્થળે તપાસ પૂરી થતાં 200 કરોડ રૂપિયાના જમીન ખરીદ–વેચાણના ડોક્યુમેન્ટ્સ પણ મળી આવ્યા હતા. તેમજ શેર બજારમાં પણ મોટા પાયે રોકાણ હોવાની વિગતો પણ બહાર આવીથી.
ડાયમન્ડ કંપનીની બોમ્બેમાં આવેલી ઓફિસોમાં પણ તબાહી
રાજ્યની વિધાનસભાની પહેલા તબક્કાના મતદાન પૂર્ણ થતાં જ સુરતમાં હીરા વિભાગની કેટલીક મોટી કંપનીઓમાં ઇન્કમ ટેક્સ વિભાગે 2 ડિસેમ્બરના રોજ રેડ પાડતા ચકચાર મચી ગઇ હતી. સુરત અને મુંબઇ સહિત કુલ 35 સ્થળો પર તપાસ કરવામાં આવી હતી. સુરતના મહિધરપુરા વિસ્તારમાં આવેલા હીરા બજારમાં આવેલી ધાનેરા ડાયમન્ડ કંપનીના અલગ અલગ યુનિટમાં રેડ પાડવામાં આવી હતી તેમજ ઇન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કંપનીના વિવિધ સ્થળોએ તપાસ કરવામાં આવી છે જેના માટે અલગ અલગ ટીમ પણ બનાવાવમાં આવી છે. ડાયમન્ડ કંપનીની બોમ્બેમાં આવેલી ઓફિસમાં પણ તબાહી બોલાવવામાં આવી હતી. દરોડાની કામગીરી થતા સુરત શહેરના ફાઇનાન્સર અને જમીનના વેપારીઓમાં તેમજ હીરાના વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો છે.
40 થી વધુ સ્થળોએ ચાલી રહી છે દરોડાની કાર્યવાહી
આવકવેરાના અધિકારીઓએ જણાવ્યું હતું કે સુરતના હીરા ઉદ્યોગમાં મોટું નામ ધરાવતા અને અરવિંદ ધાનેરા તરીકે ઓળખાતા ધાનેરા ગ્રુપને નિશાન બનાવવામાં આવ્યું છે અને તેમની સાથે સંકળાયેલા બે બિલ્ડરો નરેશ વીડિયો અને હિંમતભાઈને પણ આ ઝપેટમાં લેવામાં આવ્યા છે. ત્રણેયનાં રહેઠાણ ઉપરાંત ઓફિસો તથા બિલ્ડિંગ સાઈટોને પણ દરોડામાં ઘસેટી લેવામાં આવી છે. હાલમાં 40 જેટલાં સ્થળોએ દરોડા કાર્યવાહી ચાલી રહી છે અને મોટી રકમના બિનહિસાબી વ્યવહારો તથા કરચોરી પકડાવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે.