18-40 વર્ષના લોકો માટે ખુશખબર:10-20 હજાર કમાવ છો તો મળશે 5 હજાર પેન્શન, સરકારી અને પ્રાઇવેટ બંને કર્મચારીને ફાયદો થશે – Atal Pension Yojna

મોટા ભાગના લોકો એવી નોકરી ઈચ્છે છે, જેમાં રિટાયર થયા પછી પેન્શન મળે. જોકે 10-20 હજારની નોકરીમાં આ શક્ય નથી. આજકાલ તો અમુક સરકારી નોકરીઓમાં પણ પેન્શન મળતું નથી. એવામાં જો તમે અટલ પેન્શન યોજનામાં રોકાણ કરો છો તો તમને રિટાયરમેન્ટ પછી પેન્શન ચોકકસપણે મળશે. જો તમે એવું વિચારી રહ્યા છો કે આ અટલ પેન્શનની ચર્ચા અત્યારે શા માટે કરી રહ્યા છીએ? તો તમને જણાવી દઈએ કે 1 ઓકટોબર એટલે કે આજથી અટલ પેન્શન યોજનામાં પણ એક બદલાવ થઈ રહ્યો છે. આ બદલાવ શું છે? આ સ્કીમમાં દર મહિને કેટલા પૈસાનું રોકાણ કરવું પડશે અને જો ક્યારેક પૈસાની જરૂર પડે તો ઉપાડી શકશો કે નહિ, આ તમામ ચર્ચા આજે આપણે કામના સમાચારમાં કરીશું.

પ્રશ્ન-1 અટલ પેન્શન યોજનામાં 1 ઓક્ટોબર, 2022થી કયો ફેરફાર થઈ રહ્યો છે?

જવાબ- આ યોજનાની યોગ્યતાના નિયમોમાં કેન્દ્ર સરકારે અમુક ફેરફાર કર્યા છે. નવા નિયમો મુજબ ઈન્કમટેક્સ ભરનારા લોકો, એટલે કે ટેક્સપેયરને આ યોજનાનો ફાયદો મળશે નહિ.

પ્રશ્ન-2 જે લોકોએ અત્યારસુધી આ યોજના અંતર્ગત પૈસા જમા કરાવ્યા છે તેમના પર આ નવા નિયમોની કેવી અસર પડશે?

જવાબ- જે લોકો 30 સપ્ટેમ્બર, 2022 સુધીમાં ખોલાવી ચૂક્યા છે તેમના પર આ નવા નિયમના ફેરફારની કોઈ અસર પડશે નહિ.

પ્રશ્ન-3 તો પછી નવા નિયમની અસર કયા-કયા લોકો પર પડશે?

જવાબ- સરકારના નોટિફિકેશન મુજબ 1 ઓક્ટોબર, 2022 પછી કોઈપણ ટેક્સપેયર અટલ પેન્શન યોજના માટે એપ્લાય કરે છે તો તેની એપ્લિકેશનને રિજેક્ટ કરી દેવામાં આવશે.

હવે એ જાણી લો કે જે લોકો ટેક્સપેયર નથી તે આ યોજના સાથે કેવી રીતે જોડાઈ શકે છે…..

પ્રશ્ન-4 અટલ પેન્શન યોજનાનો નિયમ શું છે?

જવાબ- આ યોજનાનો ફાયદો દેશની કોઈપણ બેન્ક કે પોસ્ટ ઓફિસના માધ્યમથી ઉઠાવી શકો છો. સબ્સ્ક્રાઇબર એટલે કે તમે જેટલા પૈસાનું રોકાણ કરશો એ પ્રમાણે 60 વર્ષની ઉંમર પછી તમને 1 હજારથી લઈને 5 હજાર રૂપિયા સુધીનું પેન્શન મળી શકે છે.

પ્રશ્ન-5 અટલ પેન્શન યોજનાનો ફાયદો લેવા માટે કઈ-કઈ વસ્તુઓની જરૂર પડશે?

જવાબ- આ યોજનામાં રોકાણ કરવા માટે….

• ભારતનો નાગરિક હોવો જરૂરી છે.

• ઉંમર 18-40 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

• એક એક્ટિવ મોબાઈલ નંબરની જરૂર પડશે.

• બેન્ક એકાઉન્ટ સાથે આધારકાર્ડ લિન્ક થયેલું હોવું જોઈએ.

•એકાઉન્ટ હોલ્ડર પહેલેથી કોઈ APY એટલે કે •અટલ પેન્શન યોજના એકાઉન્ટ સાથે જોડાયેલ ન હોય.

પ્રશ્ન-6 અટલ પેન્શન યોજનામાં કેટલા પૈસા જમા કરવા પર કેટલું પેન્શન મળશે?

જવાબ- જો 18 વર્ષની કોઈ વ્યક્તિ દર મહિને…

• 42 રૂપિયા જમા કરો, તો દર વર્ષે 1000 રૂપિયા પેન્શન મળશે.

• 84 રૂપિયા જમા કરો, તો 2000 રૂપિયા મળશે.

• 126 રૂપિયા જમા કરો, તો 3000 રૂપિયા મળશે.

• 168 રૂપિયા જમા કરો, તો 4000 રૂપિયા મળશે.

• 210 રૂપિયા જમા કરો, તો 5000 રૂપિયા મળશે.

જો 40 વર્ષની કોઈ વ્યક્તિ દર મહિને…

• 291 રૂપિયા જમા કરો, તો 60 વર્ષ પછી દર મહિને 1000 રૂપિયા પેન્શન મળશે.

• 582 રૂપિયા જમા કરો, તો 2000 રૂપિયા મળશે

• 873 રૂપિયા જમા કરો, તો 3000 રૂપિયા મળશે

• 1164 રૂપિયા જમા કરો, તો 4000 રૂપિયા મળશે

• 1454 રૂપિયા જમા કરો, તો 5000 રૂપિયા મળશે

19થી 39 વર્ષના લોકો માટે પણ જુદી-જુદી રકમ નકકી કરવામાં આવી છે, જે તમે ઓનલાઈન અથવા બેન્કમાં જઈને જાણી શકશો.

પ્રશ્ન-7 જો કોઈ નોન ટેક્સપેયર વ્યક્તિએ અટલ પેન્શન યોજના માટે એપ્લાય કરવું છે, તો એ કેવી રીતે કરી શકે?

જવાબ- આ સ્ટેપ્સ ફોલો કરવા પડશે:

• બધી જ નેશનલ બેન્કો, APY એટલે કે અટલ પેન્શન યોજનાનો ફાયદો આપે છે, આ બેન્કોમાં જઈને તમે APY એકાઉન્ટ ખોલી શકો છો.

• એકાઉન્ટ ઓપનિંગ ફોર્મ બેન્કની વેબસાઈટ પર પણ ઉપલબ્ધ છે. અહીથી એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરી શકો છો.

• એપ્લિકેશન ફોર્મ અંગ્રેજી, તમિળ, તેલુગુ, કન્નડ, ઉડિયા, મરાઠી, ગુજરાતી અને બંગાળી ભાષામાં હોય છે.

• એપ્લિકેશન ફોર્મ બેન્કમાં ભરીને સબ્મિટ કરવું જરુરી છે.

• એક એક્ટિવેટ મોબાઈલ નંબર પણ આપવો પડશે.

• આધારકાર્ડની એક ફોટોકોપી સબ્મિટ કરવી પડશે.

• એપ્લિકેશન સ્વીકારના પર એક કન્ફોર્મેશન મેસેજ મળશે.

• તમારું એકાઉન્ટ ખૂલી જશે.

પ્રશ્ન-8 જો અટલ પેન્શન યોજનાના એકાઉન્ટહોલ્ડરનું નિધન થઈ જાય તો આ યોજનાનો ફાયદો કોને મળશે?

જવાબ- આ પરિસ્થિતિમાં એકાઉન્ટહોલ્ડરે જે વ્યક્તિને નોમિની બનાવ્યો હશે તે વ્યક્તિને આ યોજનાના પૈસા મળશે, જેમ કે જો પતિએ સ્કીમ લીધી છે અને પત્ની નોમિની છે તો પત્નીને પૈસા મળશે. જો પતિ અને પત્ની બંનેનું નિધન થાય તો તેમનાં બાળકોને પૈસા મળશે.

જાણવા જેવું

અટલ પેન્શન યોજનાને લઈને મોટા ભાગે પૂછવામાં આવતા પ્રશ્નો

શું આપણે સેવિંગ્સ એકાઉન્ટ વિના પણ અટલ પેન્શન યોજના એકાઉન્ટ ખોલી શકીએ?

ના, આ યોજના માટે એપ્લાય કરતી વખતે જે-તે વ્યક્તિ પાસે સેવિંગ્સ બેન્ક એકાઉન્ટની ફરજિયાતપણે જરૂર પડશે.

એક વ્યક્તિ કેટલા અટલ પેન્શન યોજનાના એકાઉન્ટ ખોલી શકે છે?

એક વ્યક્તિ એક જ અટલ પેન્શન યોજના એકાઉન્ટ ખોલી શકશે.

શું આપણે આધાર નંબર વિના અટલ પેન્શન યોજના સાથે જોડાઈ શકીએ છીએ?

એકાઉન્ટ ખોલતા સમયે આધારકાર્ડની જરૂર પડતી નથી પણ એકાઉન્ટહોલ્ડરે પતિ કે પત્નીનું નામ નોમિની તરીકે નોંધાવતી વખતે તથા નોમિનીની ઓળખ કરતી વખતે આધાર સંબંધિત માહિતી આપવી જરૂરી બને છે.

Leave a Comment