heavyrain
હાલ ગુજરાતમાં ફરી એક વખત મેઘરાજા વરસાદી બેટિંગ કરી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ સમગ્ર રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન શાસ્ત્રી અંબાલાલે પણ કરી આગાહી
ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. તેમની આગાહી મુજબ બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ મમતા ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. 23 સપ્ટેમ્બર અને ત્યારબાદ પણ વરસાદી માહોલ રહેશે અને આ વખતે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. દ. ગુજરાતમાં 6 ઈંચથી વધુ વરસાદની શક્યતા રહેલી છે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે ઉત્તર અને મધ્યમ ભારતમાં પણ ભારે વરસાદ ખાબકી શકે છે. એવામાં સપ્ટેમ્બર મહિનાના અંતમાં નવરાત્રી બેસવાની છે અને આ વર્ષે ચોમાસું પણ મોડું બેઠેલું છે. તેના લીધે ચોમાસું વધુ 15 દિવસ આગળ ખેંચાઈ તેવી શક્યતા રહેલી છે. તેના લીધે લાગી રહ્યું છે કે, આ વખતે નવરાત્રીના નોરતાઓમાં વરસાદ વરસી શકે છે.
મહત્વનું છે કે, ગુજરાત રાજ્યમાં ફરી એકવાર બરોબરનો વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના ભાગરૂપે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે અને આગામી સમયમાં રાજ્યમાં તોફાની પવન અને કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતા છે અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ગીર સોમનાથ અમરેલી ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે છે અને સાથે દક્ષિણ ગુજરાતમાં પણ વધુ વરસાદ ખાબકી શકે છે.
હવામાન વિભાગની આગાહી
3 દિવસ બાદ રાજ્યમાં વસાદનું જોર ઘટવાની સંભાવના રહેલી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ વેલમાર્ક લો પ્રેશર સક્રિય થતા રાજ્યમાં વરસાદ પડવાની સંભાવના રહેલી છે. જે મુજબ અમદાવાદ, ગાંધીનગર,વડોદરામાં મધ્યમથી ભારે વરસાદ રહેશે. જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે વરસાદની સાથે સાથે 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકવાની પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે. આ સાથે જ 3 દિવસ બાદ વરસાદનું જોર ઘટવાની શક્યતા રહેલી છે.