Rain prediction in gujrat : વરસાદની દ્રષ્ટિએ સપ્ટેમ્બર મહિનો સારો રહ્યો છે. ઓગસ્ટ મહિનાની જેમ આ મહિનામાં વરસાદની રાહ જોવાનો વારો આવ્યો નથી. ઉલટાનું આ મહિને ઘણી જગ્યાએ ભારે વરસાદ થયો છે અને સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. આ સાથે જ આગામી સમયમાં પણ વરસાદ રહેવાની સંભાવના દેખાઇ રહી છે. હવામાન વિભાગે આગામી સમયમાં વરસાદની સ્થિતિ અંગે આગાહી વ્યક્ત કરી છે. ચાલો, જાણીએ આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતમાં ક્યાં વરસાદ પડવાની કરાઇ છે આગાહી?
Rain prediction in gujrat
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રવિવારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા, દમણ, દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ઉપરાંત મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, પંચમહાલ, અમેરલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
આવતીકાલે 25મી સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા, દમણ, દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ઉપરાંત અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
26મી સપ્ટેમ્બરે ગુજરાતના તમામ જિલ્લાઓમાં દમણ, દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર અને સુરેન્દ્રનગરમાં પણ વરસાદની આગાહી છે.
27મીએ ગુજરાતના તમામ જિલ્લાઓ, દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, દીવ અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
28મીએ ગુજરાતના તમામ જિલ્લાઓ, દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, દીવ અને કચ્છ જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.