રાજ્યમાં હાલ કોઈ વરસાદની સિસ્ટમ સક્રિય નથી જેના કારણે રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા નથી. હાલ આ દિવસોમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં આગામી ચાર દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
રાજ્યના હવામાન આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 19 થી 21 ઓગસ્ટ દરમિયાન બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ બનશે.આ સિસ્ટમ ગુજરાતમાં વરસાદ લાવશે. પેસિફિક મહાસાગર ઉપર ટ્રોપીકલ સ્ટ્રોમ બનતા જેની બંગાળના ઉપસાગર પર અસર કરશે. આવતીકાલે 9 ઓગસ્ટે વરસાદની એક સિસ્ટમ સર્જાતા ગુજરાતના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદ પડશે. જો કે આ વરસાદ પૂર લાવે તેવો નહીં હોય, રાજ્યના અનેક વિસ્તારોમાં દોઢથી બે ઇંચ જેટલો વરસાદ આ સિસ્ટમ લાવશે.
થોડા સમયનાં વિરામ બાદ આજથી વરસાદનો ચોથો રાઉન્ડ શરૂ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે 13 ઓગસ્ટ સુધી રાજ્યનાં અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા છે. તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદ રહેશે. તેમજ જુલાઈની સરખામણીએ ઓગસ્ટમાં ઓછો વરસાદ નોંધાશે.
પરેશ ગોસ્વામીની આગાહી
પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરાવી છે કે અત્યારે બંગાળની ખાડીમાં કે અરબી સમુદ્રમાં કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. જેથી સમગ્ર રાજ્યમાં હાલ વરાપનો માહોલ છે. હાલ IOD ફેવરેબલ નથી તેથી ઓગસ્ટમાં વરસાદનો ગેપ પડી રહ્યો છે. જો કે હજી પણ આ વરાપ લાંબી ચાલે તેવી આગાહી કરી છે. 18,19,20,21 એ વરસાદની શક્યતા છે પરંતુ સમગ્ર રાજ્યમાં નહીં હોય. 20 તારીખ સુધી વરસાદ નહીં થાય તો પાણી વાળવાની તૈયારી રાખવી પડશે.