રક્ષાબંધમાં વરસાદ આવશે ? હવામાન વિભાગની આગાહી શું છે ? | Varsad aagahi

Varsad aagahi

રાજ્યમાં હાલ ભારે વરસાદની કોઈ સંભાવના નથી. ગુજરાતમાં ઓગસ્ટ મહિનો કોરો જઈ રહ્યો છે. દર વર્ષની સરખામણીમાં આ વર્ષે ઓગસ્ટ મહિનામાં 85 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. હાલ ગુજરાતમાં એક પણ સિસ્ટમ સક્રિય નથી. જેને કારણે ભારે વરસાદની કોઈ સંભાવના નથી. પરંતુ હવે વાતાવરણને જોતા લાગે છે કે, માત્ર ઓગસ્ટ જ નહિ, સપ્ટેમ્બર મહિનો પણ … Read more

હવામાન નિષ્ણાંત અંબાલાલે કરી વરસાદની આગાહી, જાણો ક્યારે મેઘ પધરામણી થશે ?

ગુજરાતમાં ચોથા રાઉન્ડના વરસાદની રાહ જોતા ખેડૂતો માટે નિરાશાજનક સમાચાર છે. હજુ સુધી રાજ્યમાં વરસાદી સિસ્ટમ ઉદ્દભવી ન હોવાથી આગામી દિવસોમાં પણ મેઘરાજા આરામના મૂડમાં જ રહેવાના છે. રાજ્યમાં વરસાદી ઝાપટા જેવો છૂટોછવાયો વરસાદ પડી શકે છે. આ સિવાય હજુ પણ ક્યાંય ભારે વરસાદની આગાહી સ્થાનિક હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી નથી. હવામાન નિષ્ણાંતો દ્વારા … Read more

હવે વરસાદ ક્યારે થશે ? વરસાદે લીધો આરામ ? પિયત કરવું હોય તો કરી નાખજો Varsad Agahi

વરસાદ ક્યારે varsad agahi

રાજ્યમાં આખા ઓગસ્ટ મહિના દરમિયાન સારા વરસાદની રાહ જોવાઇ પરંતુ ઝાપટાથી જ સંતોષ માનવો પડ્યો છે. આગામી સમયમાં પણ સારા વરસાદની કોઇ શક્યતા દેખાઇ રહી નથી. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં આગાામી ચારેક દિવસ છૂટોછવાયો વરસાદ પડી શકે છે. જ્યારે હજુ એકાદ દિવસ સૌરાષ્ટ્રમાં હળવાની વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે એ પછી વાતાવરણ … Read more

ખેડુતો માટે વરસાદની આગાહી, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી જાણો શું

અંબાલાલ પટેલે ગુજરાત રાજ્યમાં વરસાદને લઈને ફરી આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, રાજ્યમાં 22 અને 23 ઓગસ્ટે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે. જો કે હવે અગાઉ જેવો વરસાદ નહીં પડે. અગાઉ તેમણે ઉત્તર ગુજરાતમાં મહેસાણા, ચાણસ્મા, કડી તેમજ અન્ય આજુબાજુનાં ભાગોમાં વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી હતી. આ સિવાય સાબરકાંઠાનાં કેટલાક ભાગો, હિંમતનગર, … Read more

અંબાલાલ પટેલની આગાહી, જાણો મઘા નક્ષત્રમાં શું છે વરસાદની આગાહી

ગુજરાતમાં વરસાદ અંગે ફરી એકવાર આગાહીકાર અંબાલાલ પટેલે વરસાદ અંગે મહત્ત્વની આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છેકે, આજથી મઘા નક્ષત્ર બેસી ગયું છે. મઘા નક્ષત્ર અને મેઘા એટલેકે, વરસાદનો ખાસ સંયોગ હોય છે. મઘા નક્ષત્ર બેસે એટલે વરસાદ વરસતો હોય છે. જેને પગલે ફરી એકવાર ગુજરાતમાં વરસાદી રાઉન્ડ શરૂ થશે. ફરી એકવાર રાજ્યના અલગ … Read more

મેઘરાજાની રાજ્યમાં મેઘમહેર, જાણો આજે ક્યાં જિલ્લામાં વરસાદની આગાહી?

ગુજરાતમાં થોડા દિવસથી વરસાદે વિરામ લીધો છે. વરાપ નીકળતા ખેડૂતો પણ પોતાની કામગીરીમાં જોતરાયા છે. આવી સ્થિતિ વચ્ચે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને વધુ એક આગાહી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગના જણાવાયા અનુસાર આજે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આજે રાજ્યના મોટાભાગના વિસ્તારોના વાતાવરણમાં બદલાવ આવી શકે છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયા … Read more

રાજ્યમાં વરસાદના ચોથા રાઉન્ડને લઈને આગાહી, અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી

રાજ્યમાં હાલ કોઈ વરસાદની સિસ્ટમ સક્રિય નથી જેના કારણે રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા નથી. હાલ આ દિવસોમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં આગામી ચાર દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. રાજ્યના હવામાન આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 19 થી 21 ઓગસ્ટ દરમિયાન બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ … Read more

ભારે વરસાદ નહિવત, હવામાન આગાહી તેમજ અંબાલાલ પટેલે શું કહ્યું ?

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 5-7 દિવસમાં ભારે વરસાદની શક્યતાઓ ન હોવાની શક્યતાઓ શુક્રવારે વ્યક્ત કરી હતી. હવામાન વિભાગે રાજ્યના કેટલાક ભાગોમાં હળવો વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જેમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રના ભાગોનો સમાવેશ થાય છે. હવામાન વિભાગે રાજ્ય પર કોઈ વરસાદી સિસ્ટમ એક્ટિવ ન હોવાનું પણ જણાવ્યું હતું. … Read more