બેંકે ગ્રાહકો માટે માત્ર વ્યાજ દરમાં ઘટાડો કર્યો નથી. પરંતુ બેંક ગ્રાહકો માટે હવે પ્રોસેસિંગ ફી પણ માફ કરી રહી છે.
Bank of Baroda Home Loan: દેશની સૌથી મોટી સરકારી બેંક એટલે બેંક ઓફ બરોડાએ તેના ગ્રાહકોને મોટી ભેટ આપી છે. બેંકે ઘર ખરીદનારાઓ માટે હોમ લોનના વ્યાજ દરમાં મોટા પ્રમાણમાં ઘટાડો કર્યો છે. બેંકે એ પણ કહ્યું કે તેણે ગ્રાહકો માટેના વ્યાજના દરમાં 25 બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો કરીને 8.25% સુધી કર્યો છે. બેંક ઓફ બરોડાએ એ આગળ જણાવતા કહ્યું હતું કે હોમ લોન પરના નવા વ્યાજ દર 14 નવેમ્બર, 2022થી લાગુ કરવામાં આવ્યા છે. જોકે, આ ઓફર ગ્રાહકો માટે મર્યાદિત સમય માટે જ છે. બેંકના ગ્રાહકોને આ વિશેષ વ્યાજ હવે દર 31 ડિસેમ્બર 2022 સુધી જ મળશે.
પ્રોસેસિંગ ફી માફી
બેંક ઓફ બરોડા ના ગ્રાહકોએ માત્ર વ્યાજ દરમાં જ ઘટાડો નથી કર્યો, પરંતુ બેંક ગ્રાહકો માટે પ્રોસેસિંગ ફી પણ માફ કરી રહી છે. ગ્રાહકો(લોકો) માટે નવા હોમ લોન વ્યાજ દરો 8.25% થી શરૂ થાય છે. આ ઑફર નવી હોમ લોન માટે તેમજ બેલેન્સ ટ્રાન્સફર માટે અરજી કરતા ઉધાર લેનારાઓ માટે પણ ઉપલબ્ધ કરવામાં આવેલ છે. આ ખાસ ઓફર લોન લેતા હોય તેવા લોકોની ક્રેડિટ પ્રોફાઇલ સાથે જોડાયેલી છે. એટલે કે, વધુ સારા દરો મેળવવા માટે, તમારી ક્રેડિટ પ્રોફાઇલ વધુ સારી હોવી જરૂરી છે.
હોમ લોન બિઝનેસમાં બેંકને ફાયદો થશે
HT સોલંગી, જનરલ મેનેજર, મોર્ટગેજ એન્ડ અધર રિટેલ એસેટ્સ અને બેંક ઓફ બરોડા હોમ લોને જણાવ્યું હતું કે, “એ સમયે જ્યારે વ્યાજ દરો ઉપરના વલણ પર છે, ત્યારે અમે અમારા ગ્રાહકોને હોમ લોનના વ્યાજ દરોમાં ઘટાડો કરવા માટે ખુબજ ખુશ છીએ. ઘટાડો કરી રહ્યા છીએ 8.25%નો દર ઓફર કરીને, ઘર ખરીદનારાઓ માટે ઘરની ખરીદી વધુ પોસાય તે માટેની ઓફર છે. અમે આ વર્ષે અમારી હોમ લોનમાં મજબૂત વૃદ્ધિ પણ જોઈ છે. આવી આકર્ષક ઑફરો તેને વધુ પ્રોત્સાહન આપી શકે છે.
આ ઉપરાંત, 360 મહિના સુધીની લવચીક મુદત, કોઈ પ્રીપેમેન્ટ/પાર્ટ પેમેન્ટ ચાર્જ નહીં ચૂકવવો પડે, મુખ્ય કેન્દ્રો પર ડોરસ્ટેપ સર્વિસ, ડિજિટલ હોમ લોન જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. ગ્રાહકો સમગ્ર ભારતમાં કોઈપણ બેંક ઓફ બરોડા શાખામાં જઈને લોન લઈ શકે છે. આ સાથે, ગ્રાહકો
લોન માટે ઓનલાઈન અરજી કરી શકે છે. https://www.bankofbaroda.in/personal-banking/loans/home-loan