ખેડુતો માટે : જોરદાર વરસાદ નદી, તળાવ અને કુવા ફરી પાણી પાણી । ખેડૂત સમાચાર Gujrat Weather News

ગુજરાતમાં ઘણા લાંબા સમયથી મેઘરાજાની રાહ જોવાઈ રહી છે. જુલાઈમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કર્યા બાદ સમગ્ર ઓગસ્ટ મહિનો કોરો-કોરો નીકળી ગયો, હવે સપ્ટેમ્બરમાં ખેડૂતો સારા વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ વચ્ચે હવે ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. જે મુજબ હવામાન વિભાગ દ્વારા કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

7થી 9 સપ્ટેમ્બર દરમિયાન વધશે વરસાદનું જોર
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં વરસાદના અણસાર જોવા મળી રહ્યા છે. આ અઠવાડિયે દક્ષિણ ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતા છે. તો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ સામાન્ય વરસાદની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બંગાળની ખાડીમાં લોપ્રેશર સક્રિય થશે, જેના કારણે ગુજરાતમાં 7થી 9 સપ્ટેમ્બર દરમિયાન વરસાદનું જોર વધશે.

આજે આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા Gujrat Weather News
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે અમદાવાદ, ભાવનગર, અમરેલી, દાહોદ, વલસાડ, નવસારી, ડાંગ, તાપી અને સુરતમાં વરસાદની આગાહી છે.  આજે આ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

અંબાલાલ પટેલે પણ કરી છે આગાહી
આપને જણાવી દઈએ કે, સપ્ટેમ્બરમાં કેટલાક હવામાન નિષ્ણાંતો દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું છે કે, ગુજરાતમાં વરસાદી સિસ્ટમ 6 સપ્ટેમ્બરથી મજબૂત બનશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આગામી 6થી 12 સપ્ટેમ્બર રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ રહેશે. 10થી 15 સપ્ટેમ્બર અરબી સમુદ્ર, બંગાળના ઉપસાગરમાં પણ સિસ્ટમ બનશે. જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદ રહેશે. મધ્ય, ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં વરસાદની શક્યતા છે.

આ વિસ્તારોમાં પડશે વરસાદ! gujrat weather news
તેઓએ જણાવ્યું કે, આ સમયગાળા દરમિયાન પંચમહાલ, ભરૂચ, સાપુતારામાં વરસાદની આગાહી છે. તો વલસાડ, ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર, જામનગરમાં પણ વરસાદ વરસશે. તો આ સમયગાળા દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ જોવા મળશે. તેઓએ કહ્યું કે, ઓક્ટોબર મહિનામાં હવાનું દબાણ ઉત્પન્ન થવાથી વરસાદ રહેશે.

Leave a Comment