રાજયના ખેડૂતો માટે માઠા સમાચાર, ત્રણ દિવસ બાદ ઝાપટા પણ બંધ

ગુજરાતની જનતાને વરસાદ માટે હજુ પણ રાહ જોવી પડશે. હવામાન વિભાગે આગામી એક સપ્તાહ માટે વરસાદ અંગે આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના કેટલાટ જીલ્લાઓને બાદ કરતા સમગ્ર ગુજરાતમાં વાતાવરણ સૂકુ રહેશે તેવી આગાહી કરાઇ છે. નર્મદા, નવસારી, સુરત ડાંગ, તાપી અને દમણમાં સામાન્યથી હળવો વરસાદ રહી શેકે છે. જ્યારે 3 દિવસ બાદ અહીં વરસાદનું પ્રમાણ ઘટવાની શક્યતા વ્યક્ત કરાઇ છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે વરસાદની આગાહી કરતાં જણાવ્યું કે, આગામી અઠવાડિયે માત્ર હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ હળવાથી મધ્યમ વરસાદ પણ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પડી શકે છે.

આગામી સાત દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની સંભાવના વિશે વાત કરતાં તેમણે કહ્યું કે, આ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ સૂકુ રહેવાની સંભાવના છે. આગામી સાત દિવસ નોર્થ ગુજરાત પણ ડ્રાય એટલે કે સૂકુ રહેવાની શક્યતા છે.

ત્રણ દિવસ બાદ વરસાદની ગતિવિધિ બિલકુલ ઓછી જોવા મળશે. જેમાં ચોથા-પાંચમા દિવસે દક્ષિણ ગુજરાતના નવસારી, વસલાડ, તાપી, દમણમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે છઠ્ઠા અને સાતમા દિવસે સાઉથ ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં વાતાવરણ સૂકુ રહેવાની સંભાવના છે.

Leave a Comment