ધાર્મિક / આ વર્ષે મહાશિવરાત્રીએ અતિદુર્લભ યોગ, આ 8 રાશિના જાતકો માટે ખૂબ જ શુભ, જાણો તમને લાભ થશે કે નુકસાન ?

• કૃષ્ણપક્ષની ચતુર્દશી પર હવે આવતી મહાશિવરાત્રિ ખૂબ જ ખાસ

• વ્યવસાયની દૃષ્ટિએ આ સમય અને સ્થિતિ ખૂબ જ શુભ

મહાશિવરાત્રિ પર શનિદેવ કુંભ રાશિમાં બિરાજમાન(પ્રવેશ) થશે

Mahashivratri 2023 Shubh Yog: શિવરાત્રિ ભલે દર મહિને આવતિ હોય છે, પરંતુ ફાગણ કૃષ્ણપક્ષની ચતુર્દશી પર આવતી મહાશિવરાત્રિ ખૂબ જ ખાસ ગણાય છે.

ખાસ કારણ એ છે કે આ દિવસે મહાદેવ અને વિશ્વ માતા પાર્વતીના વિવાહની શુભ રાત્રિ છે. વૈરાગી હોવા છતાં, શિવજીએ બ્રહ્માજીના આગ્રહ પર લગ્ન કરવાનું સ્વીકાર્યું હતું, ત્યારે જ પૃથ્વી પર સૃજન એટલે કે સ્ત્રીઓના ગર્ભ ધારણની પ્રક્રિયાઓ પણ શરૂ થઈ.

રિદ્ધિ-સિદ્ધિ આપનારા ગણેશ અને કાર્તિકેય જેવા શિવ-પાર્વતીના પુત્રો પરિવારમાં આદર, સમ્માન, એકતા અને સંગઠનનો સંદેશ આપે છે. મહાશિવરાત્રિ પર શિવ-પાર્વતીના લગ્ન થયા હતા, સાથે જ આ રાત્રે દેવોના દેવ મહાદેવ પ્રથમ વખત લિંગ સ્વરૂપે પણ પ્રગટ થયા હતા. ત્યારથી આજ સુધી હવે શિવલિંગની અખંડ પૂજા કરવામાં આવે છે. કારણ કે શિવ શબ્દ ઉચ્ચારવામાં ખૂબ જ સરળ, મધુર અને શાંતિપૂર્ણ છે. શિવ શબ્દનો અર્થ થાય છે શુભ આનંદ. જ્યાં આનંદ અને કલ્યાણ છે ત્યાં શાંતિ પણ છે.

મહાશિવરાત્રિ 2023ની તારીખ 

જાણકારો એવું કહે છે કે, આ વર્ષે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ 18 ફેબ્રુઆરી 2023 શનિવારના રોજ રાત્રે 8:02 વાગ્યાથી બીજા દિવસે સાંજે 04:18 વાગ્યા સુધી રહેશે. મહાશિવરાત્રિ માટે, એ જરૂરી છે કે નિશિતા કાલ પૂજાનો શુભ સમય ચતુર્દશી તિથિ પર હોવો જોઈએ, તેથી મહાશિવરાત્રી 18 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે.

મહાશિવરાત્રિ પર બનેલા આ દુર્લભ સંયોગો

આ વખતે મહાશિવરાત્રિ પર વર્ષો પછી ખુબજ દુર્લભ સંયોગો બની રહ્યા છે. આ વર્ષે શનિ પ્રદોષ વ્રત પણ મહાશિવરાત્રીના દિવસે મનાવવામાં આવે છે. પુત્ર પ્રાપ્તિ માટે શનિ પ્રદોષ વ્રત રાખવામાં આવે છે. આ સાથે સાંજે 5.41 વાગ્યા પછી વાશી યોગ, સુનફા યોગ, શંખ યોગનો સંયોગ પણ છે. આ શુભ યોગોમાં કરવામાં આવતી પૂજા-પાઠ અને કાર્યો અનેક ગણું વધારે ફળ આપે છે.

શનિદેવ તેમની મૂળ ત્રિકોણ કુંભ રાશિમાં બિરાજમાન થશે

જાણકારો મહાશિવરાત્રિ પર ગ્રહોની સંયોગ વિશે જણાવે છે કે, આ વખતે મહાશિવરાત્રિ પર શનિદેવ તેમની મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિમાં બિરાજમાન હશે. આ સાથે સૂર્યદેવ તેમના પુત્ર અને શત્રુ શનિની રાશિ કુંભમા ચંદ્રમાં સાથે વિરાજમાન રહેશે. ગ્રહોની આ સ્થિતિ ત્રિગ્રહી યોગ બનાવી રહી છે. ગ્રહોની આ દુર્લભ સ્થિતિ ખાસ લાભદાયી રહેશે. આ સમયગાળા દરમિયાન, શનિદેવ તેમની પ્રિય રાશિ કુંભ રાશિમાં અસ્ત થવાને કારણે, કારકિર્દી અને નાણાકીય બાબતોના દૃષ્ટિકોણથી આ સ્થિતિ ખૂબ સારી રહેશે. આવી સ્થિતિમાં મહાશિવરાત્રિનું વ્રત રાખવાથી અને ભગવાન શિવની પૂજા કરવાથી શનિના તમામ દોષો દૂર થશે અને દરેક મનોકામના પૂર્ણ થશે.

મહાશિવરાત્રી 2023 શુભ મુહૂર્ત 

તમે મહાશિવરાત્રીના દિવસે દિવસ દરમિયાન ભગવાન શિવની પૂજા કરી શકો છો. પરંતુ જેમને મહાશિવરાત્રિ પર નિશિતા કાલ દરમિયાન પૂજા કરવાની હોય તેમના માટે સમય સવારે 12.09 થી 01.00 સુધીનો રહેશે.

આ રાશિઓ માટે મહાશિવરાત્રી ખૂબ જ શુભ છે

આ વર્ષે, મહાશિવરાત્રીના દિવસે, ગુરુ તેની પ્રિય મીન રાશિમાં અને શુક્ર તેની ઉચ્ચ રાશિમાં હોવાને કારણે, મિથુન, કન્યા, ધનુ અને મીન રાશિના લોકો માટે હંસ યોગ અને માલવ્ય યોગ હશે, જે ખૂબ જ શુભ માનવામાં આવે છે. બીજી તરફ વૃષભ, સિંહ, વૃશ્ચિક અને કુંભ રાશિના લોકો માટે શશ યોગ રહેશે. નોકરી અને વ્યવસાયની દૃષ્ટિએ આ સ્થિતિ ખૂબ જ શુભ માનવામાં આવે છે. બાકી, મેષ, કર્ક, તુલા અને મકર રાશિ સામાન્ય ફળદાયી રહેશે.

મહાશિવરાત્રિ પૂજા વિધિ

જાણકારો અનુસાર, મહાશિવરાત્રિ પર ભગવાન શિવની ઉપાસના કરવા માટે બહુ લાંબી વિસ્તૃત પૂજા-પાઠ, હવન-વિધિની જરૂર નથી. ભોલે ભંડારી શિવ શિવલિંગ પર શુદ્ધ જળ અને બિલીપત્ર ચઢાવવાથી જ ઓમ નમઃ શિવાયનો જાપ કરવાથી પ્રસન્ન થાય છે. ભક્તમાં શ્રદ્ધા, ભક્તિ અને વફાદારી હોય તો મનોકામનાઓ જલ્દી પૂરી થાય છે અને મહાશિવરાત્રી એ સિદ્ધિનો સમય છે. કારણ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ફાગણ કૃષ્ણ ચતુર્દશીની નજીક ચંદ્ર અને સૂર્ય છે. આ કારણથી આ સમયે શિવના રૂપમાં સૂર્ય સાથે જીવનમાં ચંદ્રનો મિલન યોગ છે, જે સફળતા અપાવે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Leave a Comment