Old Pension Scheme: જૂની પેન્શન યોજના ઉપર મહત્વનું અપડેટ, સરકારે લોકસભામાં શું કહ્યું જાણીલો

Bhagwat Karad on Old Pension Scheme: જો તમે પણ સરકારી કર્મચારી હોવ કે તમારા ઘરમાં કોઈ સરકારી કર્મચારી હોય તો આ સમાચાર તમારા ખુબજ અગત્યના છે. કેન્દ્ર સરકારે કેટલાક રાજ્યો તરફથી જૂની પેન્શન યોજના હતી જેને ફરીથી લાગૂ કરવાની જાહેરાત પર સોમવારે લોકસભામાં પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે.

Bhagwat Karad on Old Pension Scheme: જો તમે સરકારી કર્મચારી હોવ કે તમારા ઘરમાં કોઈ સરકારી કર્મચારી હોય તો આ સમાચાર તમારા ખુબજ અગત્યના છે. કેન્દ્ર સરકારે કેટલાક રાજ્યો તરફથી જૂની પેન્શન યોજના ફરીથી લાગૂ કરવાની જાહેરાત ઉપર સોમવારે લોકસભામાં પોતાનું વલણ સ્પષ્ટ રીતે કર્યું છે. નાણા રાજ્યમંત્રી ડો.ભાગવત કરાડે સોમવારે અસદુદ્દીન ઓવૈસીના સવાલ ઉપર લેખિત જવાબ પણ આપ્યો. નાણા રાજ્યમંત્રીએ પોતાના જવાબમાં જૂની પેન્શન યોજનાને લાગૂ કરવાનો સ્પષ્ટ રીતે ઈન્કાર કરી દીધો છે. તેમણે પોતાના લેખિત જવાબમાં કહ્યું કે સરકારનો જૂની પેન્શન યોજના લાગૂ કરવાનો કોઈ પણ વિચાર નથી.

નાણા રાજ્યમંત્રીના જવાબથી સ્પષ્ટ થઈ સ્થિતિ
ભાગવત કરાડે કહ્યું કે અનેક રાજ્યોએ જૂની પેન્શન યોજના (OPS)ને લાગૂ કરવા માટે પોતાના સ્તર પર નોટિફિકેશન બહાર પાડી દીધા છે. આવામાં સરકાર એ સ્પષ્ટ કરવા માંગે છે કે NPS ના પૈસા એ વાપસીની કોઈ પણ પ્રકારની જોગવાઈ નથી. નાણા રાજ્યમંત્રીનો આ જવાબ હાલના સમયમાં ખુબજ મહત્વનો મનાય છે કારણ કે તાજેતરમાં છત્તીસગઢ, ઝારખંડ, રાજસ્થાન અને પંજાબ સરકારે રાજ્ય કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના ચાલુ કરવા માટે બહાલ કરવાની જાહેરાત કરી દીધી છે.

નાણા રાજ્યમંત્રીએ લેખિતમાં આપ્યો જવાબ

AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ લોકસભામાં રાજ્ય સરકારો તરફથી જૂની પેન્શન યોજનાને બહાલ કરવા ઉપર અનેક સવાલ કર્યો. તેમણે પૂછ્યું કે શું આ સરકારોએ રાષ્ટ્રીય પેન્શન સ્કીમ (NPS)ના પૈસાને પાછા કરવાની ડિમાન્ડ કરી દીધી છે. તેમણે સરકારને સ્થિતિ સ્પષ્ટ કરવાની વાત કરી અને પૂછ્યું કે શું સરકાર નજીકના ભવિષ્યમાં જૂની પેન્શન યોજના લાગૂ કરવા માટે વિચારી રહી છે? ઓવૈસીના સવાલો ઉપર નાણા રાજ્યમંત્રી ભાગવત કરાડે લેખિતમાં જવાબ આપ્યો.

પંજાબ સરકારે હાલમાં બહાર પાડ્યું હતું નોટિફિકેશન

ભાગવત કરાડે સરકારનો પક્ષ સ્પષ્ટ કરતા કહ્યું કે રાજસ્થાન, ઝારખંડ, અને છત્તીસગઢ સરકારે આ અંગે કેન્દ્ર સરકાર ને પોતાના નિર્ણય અંગે સૂચના આપી હતી. પંજાબ સરકારે 18 નવેમ્બર 2022ના રોજ જૂની પેન્શન યોજનાની બહાલી અંગે નોટિફિકેશન બહાર પાડી દીધું હતું. રાજસ્થાન, ઝારખંડ, અને છત્તીસગઢની સરકાર તરફથી એનપીએસના પૈસાને પાછા કરવા અંગે પ્રપોઝલ પણ મોકલવામાં આવી છે. પરંતુ પંજાબ સરકાર તરફથી આવો કોઈ પણ પત્ર મળ્યો નથી. તેમણે જણાવ્યું કે રાજસ્થાન, ઝારખંડ, અને છત્તીસગઢ સરકારને સૂચિત કરી દેવાઈ છે કે NPS ના પૈસા પાછા કરવાની કોઈ પણ જાતની જોગવાઈ નથી.

Leave a Comment