PM Kisan: યાદીમાં નામ છે તો પણ રૂપિયા જમા નથી થયા, આ રીતે સુધારી લેજો ભૂલ હજુ પણ મોકો છે, નહીતો 2000 નહિ મળે

PM kisan: જો તમે PM કિસાન સન્માન નિધિ યોજનામાં રજીસ્ટર્ડ હોવા છત્તા પણ કેટલાક કારણોસર તમારો હપ્તો રોકી શકાય છે. જો કોઈ ભૂલ છે, તો તમારે પૈસા ન મળવાનું કારણ શોધીને તેને સુધારો કરવો પડશે.

PM Kisan 13 Installment: કેન્દ્ર સરકારે પીએમ કિસાન સન્માન નિધિનો 13મો હપ્તો ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાવ્યો છે. 27 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કિસાન સન્માન નિધિના 16,800 કરોડ રૂપિયા 8 કરોડ 2 હજાર ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યા. જોકે, 12મા હપ્તાની જેમ આ હપ્તાના નાણાં પણ ઘણા ખેડૂતોને મળ્યા જ નથી. જેનાથી ઘણા લાભાર્થીઓ પરેશાન જોવા મળી રહ્યા છે. તેમનું નામ લાભાર્થીઓની યાદીમાં સામેલ હોવા છતાં, તેમને એ ડર છે કે તેમને 13મા હપ્તાના પૈસા નહીં મળે.

હપ્તા રોકવાના ઘણા કારણો હોઈ શકે. જો તમને પણ પૈસા ન મળ્યા હોય તો ટેન્શન લેશો નહિ. જો તમે પાત્ર છો તો એક પૈસાની પણ ખોટ નહીં જાય. જો તમે કિસાન સન્માન નિધિ યોજનામાં નોંધણી કરાવી હોય તો પણ કેટલાક કારણોસર તમારો હપ્તો બંધ થઈ શકે છે. રજીસ્ટ્રેશન સમયે લખેલા ખોટુ સરનામું, ખોટો બેંક એકાઉન્ટ નંબર, NPCIમાં આધાર સીડીંગનો અભાવ અથવા PM કિસાન ખાતાની eKYC હજુ સુધી ન કરવાને કારણે તમારા ખાતામાં પૈસા નથી આવ્યા.

ભૂલ સુધાર્યા બાદ મળશે 2000 રૂપિયા
જો તમારું નામ રાજ્ય સરકાર દ્વારા PM કિસાન પોર્ટલ પર અપલોડ કરી દેવામાં આવ્યું છે, તો તમારે ગભરાવાની થોડી પણ જરૂર નથી. તમે એક પૈસો પણ ગુમાવશો નહીં. ભલે તમારો હપ્તો કોઈપણ કારણસર જમા ન થયો હોય. પરંતુ પૈસા મેળવવામાં ચોક્કસ સમય લાગશે. જો કોઈ ભૂલને કારણે હપ્તો ન આવ્યો હોય તો ભૂલ સુધારી લેજો. ત્યારપછી બાકી રકમ ખાતામાં આવી જશે. પરંતુ જો સરકાર દ્વારા કોઈપણ કારણસર ખેડૂતનું નામ નામંજૂર કરવામાં આવે છે, તો તે પાત્ર રહેશે નહીં અને તેને પીએમ કિસાન યોજનાના પૈસા પણ મળશે નહીં.

આ રીતે સ્ટેટસ ચેક કરો
તમારી તપાસ કરવા માટે PM કિસાનની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in ઉપર જાઓ. અહીં તમને ફોર્મર કોર્નર લખેલું દેખાશે. તેના ઉપર ક્લિક કરો. અહીં આધાર નંબર, એકાઉન્ટ નંબર અથવા ફોન નંબર દાખલ કરો. પછી કેપ્ચા દાખલ કરો. ત્યારબાદ તમારા એકાઉન્ટ વિશેની સંપૂર્ણ માહિતી તમારી સામે આવી જશે. તમારા દસ્તાવેજો અને વિગતો અહીં તપાસો. જો કોઈ માહિતી ખોટી હોય તો તેને સુધારી લેજો. જો કોઈ ડોક્યુમેન્ટને કારણે એપ્લિકેશન ફસાઈ ગઈ હોય તો તે ડોક્યુમેન્ટને ઓનલાઈન પણ અપલોડ કરી શકાય છે.

અહીં મદદ મેળવો
હપ્તો જમા થયો ન હોય તો પોર્ટલ સિવાય, તમે પીએમ કિસાન હેલ્પલાઇન નંબર પર કૉલ કરીને પણ મદદ મેળવી શકો છો. પીએમ કિસાન હેલ્પલાઈન નંબર 155261 પર સંપર્ક કરો જેથી તમને મદદ મળી જશે. એ જ રીતે, પીએમ કિસાન ટોલ ફ્રી નંબર- 18001155266 ઉપર ફોન કરીને તમે એ પણ જાણી શકશો કે તમને પૈસા કેમ નથી મળ્યા.

Leave a Comment