ખેડૂતો માટે / પીએમ કિસાન મોબાઈલ એપ્લિકેશન લોન્ચ: હવે દરેક ખેડુતો ઘરે બેઠાં જાતે જ કરી શકશે આ કામ – Pm kisan yojana

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને કારણે લાભાર્થી માટે વિશેષ એપ્લિકેશન બનાવવામાં આવી છે. આ પીએમ કિસાન મોબાઇલ એપ્લિકેશન દ્વારા ખેડૂત તેમની સ્થિતિ હવે ઘરે બેઠા ઓનલાઇન ચકાસી શકે છે. આ માટે, ખેડૂતોએ પીએમ કિસાન મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે.

પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભાર્થીઓ માટે મહત્વપૂર્ણ અપડેટ આવ્યું છે. હવે વડા પ્રધાન કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ પીએમ કિસાન મોબાઇલ એપ દ્વારા તેમની સ્થિતિ ઓનલાઇન ચકાસી શકે છે. આ માટે, ખેડૂતો પીએમ કિસાન મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે છે અને વધુ માહિતી માટે, ખેડૂત પીએમ કિસાન યોજના હેઠળ પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર લોગિન કરી શકશે.

એપ્લિકેશન ડાઉનલોડ કરી સ્ટેટ્સ કંઈ રીતે ચેક કરી શકશો?

(1) જો તમારી પાસે સ્માર્ટ ફોન છે તો તમે ગૂગલ પ્લે સ્ટોર પર જઈ PM Kisan Scheme Mobile App સર્ચ કરી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો.

(2) આ એપ્લિકેશન તમને PM Kisan નામથી પ્લે સ્ટોરમાં જોવા મળશે. ડાઉનલોડ કર્યા પછી એપમા તમને ઘણા ઓપ્શન મળશે. જેની માટે તમારે સૌથી પહેલા રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે .

(3) રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને હોમ પેજ ઉપર આધાર કાર્ડ એડિટ કરવાથી લઈને ઇન્સ્ટોલમેન્ટ ચેક કરવા સુધીનાં તમામ ઓપ્શન મળી જશે.

(4) જો તમે ઇન્સ્ટોલેશન ને લગતું સ્ટેટ્સ ચેક કરવા માંગતા હો તો તમારે ઇન્સ્ટોલેશન ચેક નાં ઓપ્શન પર ક્લિક કરવાનુ રહેશે.

(5) ત્યાર બાદ એક પેજ ખુલશે જ્યાં બેનીફિટ સ્ટેટ્સ માં તમારો આધાર કાર્ડ નંબર, મોબાઈલ નંબર અથવા બેંક ખાતા નંબર દાખલ કરવો પડશે.

(6) નંબર એન્ટર કર્યા બાદ સબમિટ નાં બટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ ઇન્સ્ટોલમેન્ટ નુ સ્ટેટ્સ તમે તપાસી શકશો, એટલે કે કેટલા હપ્તા તમારા ખાતામાં જમા થયા છે તે જાણી શકશો.

PM-KISAN યોજનાની ઓફિશિયલ મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરવામાટે ક્લિક કરો.👇👇https://play.google.com/store/apps/details?id=com.nic.project.pmkisan

Leave a Comment