આજે અમે તમને પોસ્ટ ઓફિસની એવી રોકાણ યોજના વિશે જણાવવા જઈ રહ્યાં છીએ કે જે પોસ્ટ ઓફિસની સૌથી લાભદાયી પૈકીની એક રોકાણ માટેની યોજના છે. આ સ્કીમ હેઠળ તમને દરરોજ માત્ર 170 રૂપિયાનું રોકાણ કરવું પડશે અને મેચ્યોરિટીની તારીખ પર તમને 19 લાખ રૂપિયા સુધીની રકમ પ્રાપ્ત થશે. જો તમે આ પોલિસી ન કરાવી હોય તો પણ તમે કરી શકો છો. ચાલો જાણીએ આ યોજના વિશે સંપૂર્ણ માહિતી.
પૉલિસીમાં મની બેકનો લાભ મળે છે
આ પોસ્ટ ઓફિસ યોજના તમામ ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો માટે છે. તેનું નામ ‘ગ્રામ સુમંગલ ગ્રામીણ ટપાલ જીવન વીમા યોજના’ છે. આ સ્કીમમાં તમે દરરોજ 170 રૂપિયા બચાવી શકો છો અને 19 લાખ રૂપિયા સુધીનું વળતર મેળવી શકો છો. આ સ્કીમમાં પૉલિસી ધારકના (પોસ્ટ ઑફિસ લાઇફ ઇન્શ્યોરન્સ સ્કીમ) જીવિત રહેવા પર પૈસા પાછા આપવાનો લાભ પણ દરેક લોકો માટે ઉપલબ્ધ છે. એટલે કે તમે જે રકમનું રોકાણ કર્યું છે તે સંપૂર્ણ રીતે પરત આપી દેવામાં આવશે.
પોલિસી મેળવવા માટેની વય મર્યાદા
ગ્રામ સુમંગલ યોજનામાં પોલિસીધારકને મેચ્યોરિટીની મુદત પર બોનસ પણ મળવા પાત્ર રહેશે. આ સ્કીમ 15 વર્ષ અને 20 વર્ષ માટે લઈ શકાય છે. ગ્રામ સુમંગલ યોજનાની પોલિસી લેવા માટેની વય મર્યાદા 19 વર્ષથી 45 વર્ષ સુધીની છે. ખાસ વાત એ છે કે કોઈપણ ભારતીય નાગરિક આનો લાભ મેળવી શકે છે.
20 વર્ષ માટે પ્રીમિયમ 5121 રૂપિયા હશે
ચાલો ગ્રામ સુમંગલ યોજનાને ઉદાહરણ સાથે સમજવાનો પ્રયત્ન કરીએ. ધારો કે તમારી ઉંમર 25 વર્ષની છે. તમે તમારા માટે 10 લાખની વીમા રકમ ખરીદો છો. પોલિસીની મુદત 15 વર્ષ સુધી રાખે છે, તો મહિનાનો પ્રીમિયમ રૂ. 6793 થશે. જો પોલિસીની મુદત 20 વર્ષ માટે રાખવામાં આવે તો માસિક પ્રીમિયમ 5121 રૂપિયા એટલે કે 170 રૂપિયા પ્રતિ દિવસ રહેશે.
20 વર્ષ પછી પૈસા પાછા મળવાનો લાભ
જે લોકો 20 વર્ષની પોલિસી લે છે. તેમને 8 વર્ષ, 12 વર્ષ અને 16 વર્ષની શરતો પર 20-20%ના દરે મની બેક મળી શકે છે. બાકીના 40 ટકા પૈસા મેચ્યોરિટીની તારીખ પર બોનસ સાથે આપવામાં આવશે. પોલિસી ધારકના મૃત્યુ પર, નોમિનીને બોનસની રકમ સાથે વીમાની રકમ આપવામાં આવશે.