ગુજરાતમાં 35 દિવસના ઉનાળા વેકેશનની જાહેરાત : જાણો ક્યારથી શાળાઓમાં પડશે રજા

આજથી ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાની શરૂઆત થઈ છે. સરકારે સોમવારે સાંજે રાજ્યમાં ઉનાળા વેકેશનની તારીખોની પણ જાહેરાત કરી દીધી છે.

ગુજરાત સરકારે કહ્યું કે, રાજ્યમાં શાળાઓમાં 35 દિવસના ઉનાળા વેકેશનનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉનાળા વેકેશનની શરૂઆત 9 મેથી થશે અને 12મી જુન શાળાઓમાં રજા રહેશે.

13મી જુનથી ફરી શાળાઓ રાબેતા મુજબ શરૂ થશે અને નવા સત્રનો પ્રારંભ થશે.

Leave a Comment