Petrol Diesel Prices: ગુજરાત, રાજસ્થાન સહિત કુલ આટલા રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો વધારો

ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓયલની કિંમતોમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. બ્રેંટ ક્રૂડ 0.05 ડોલર (0.07 ટકા) ઘટીને 93.50 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચ્યું છે.

ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓયલની કિંમતોમાં આજે મોટો ઘટાડો જોવા મળ્યો છે. બ્રેંટ ક્રૂડ 0.05 ડોલર (0.07 ટકા) ઘટીને 93.50 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચ્યું છે. WTI માં 0.44 ડોલર (0.62 ટકા)નો ઘટાડો જોવા મળ્યો છે અહીં 71.02 ડોલર પ્રતિ બેરલ પર વેચાવામાં આવી રહ્યું છે. આ બાજૂ સરકારી તેલ કંપનીઓએ દેશમાં પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરી દીધા છે. અહીં મોટા ભાગના રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર જોવા મળી રહ્યો છે.

રાજસ્થાનમાં 0.48 પૈસા મોંઘુ થઈને પેટ્રોલ 109.10 રૂપિયા/લીટર અને ડીઝલ 0.43 રૂપિયાથી વધીને 94.28 રૂપિયા જેટલું પહોંચી ગયું છે. છત્તીસગઢમાં પેટ્રોલ 0.60 રૂપિયાથી વધી ને 103.58 રૂપિયા/લીટર અને ડીઝલ 0.59 રૂપિયાના ઉછાળા સાથે 96.55 રૂપિયા જેટલું થઈ ગયું છે. આ બાજૂ પંજાબમાં પેટ્રોલાના ભાવ 0.30 રૂપિયાથી ઘટીને 96.59 રૂપિયા સુધી પહોંચી ગયું છે, જ્યારે ડીઝલ અહીં 0.30 રૂપિયા સસ્તું થઈ ને 86.94 રૂપિયા/લીટર વેચાવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર, હિમાચલ અને કેરલમાં પણ ઈંધણના ભાવમાં કંઈક ઘટાડો જોવા મળ્યો છે. તો વળી ગુજરાત, J&K તથા ઉત્તર પ્રદેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થોડો વધારો જોવા મળ્યો છે. દેશના 4 મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ જ ફેરફાર થયો નથી.

ચાર મહાનગરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

• દિલ્હીમાં પેટ્રોલ 96.72 રૂપિયા અને ડીઝલ 89.62 રૂપિયા/લીટર
• મુંબઈમાં પેટ્રોલ 106.31 રૂપિયા અને ડીઝલ 94.27 રૂપિયા/લીટર
• કલકત્તામાં પેટ્રોલ 106.03 રૂપિયા અને ડીઝલ 92.76 રૂપિયા/લીટર
• ચેન્નાઈમાં પેટ્રોલ 102.63 રૂપિયા અને ડીઝલ 94.24 રૂપિયા/લીટર

દરરોજ સવારે 6 વાગ્યે જાહેર થાય છે નવા ભાવ

સવારે 6 વાગે દરરોજ નવા પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમિશન, વૈટ અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ તેની મૂળ કિંમત કરતા ડબલ કિંમત થઈ જાય છે. આ જ કારણ છે કે, પેટ્રોલ અને ડીઝલ આપણને આટલું બધું મોંઘુ પડે છે.

આવી રીતે ચેક કરી શકશો પેટ્રોલ અને ડીઝલના ભાવ
તમે SMS દ્વારા પણ પેટ્રોલ અને ડીઝલના રોજ ભાવ જાણી શકશો. ઈંડિયન ઓયલના કસ્ટમર RSP અને પોતાના શહેરનો કોડ લખીને 9224992249 નંબર ઉપર અને BPCL ગ્રાહક RSP તથા પોતાના શહેરના કોડ લખીને 9223112222 નંબર ઉપર SMS મોકલીને ભાવ જાણી શકો છો. તો વળી HPCL ગ્રાહક HP Price તથા પોતાના શહેરનો કોડ લખીને 9222201122 નંબર ઉપર મેસેજ મોકલી ભાવ જાણી શકો છો.

Leave a Comment