Varsad આ સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયે વરસાદ થશે કે નહીં? હવામાન વિભાગની

આખો ઓગસ્ટ મહિનો વરસાદ ઘણો જ ઓછો થયો છે. ત્યારે હવામાન વિભાગે છ દિવસ માટેની આગાહી કહી છે. અમદાવાદ ગુજરાત હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યના થોડા વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંતના વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા નથી અને વાતાવરણ શુષ્ક રહેશે.

અમદાવાદ હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે ગુરૂવારે આગાહી કરતા જણાવ્યુ કે, ગુજરાતમાં આગામી સાત દિવસમાં સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો ડ્રાય રહેવાની સંભાવના છે. ત્યાં વરસાદની કોઇ સંભાવના નથી. આ ઉપરાંત ઉત્તર ગુજરાત પણ ડ્રાય રહેવાની સંભાવના છે.

વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આગાહી કરતા જણાવ્યુ કે, એક સપ્તાહમાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં સૂકું રહેશે. જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની શક્યતા છે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ કે, અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

અભિમન્યુ ચૌહાણે જણાવ્યુ કે, દક્ષિણ ગુજરાત અંગે આગાહી કરતા જણાવ્યુ કે, અહીં કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. આગામી સાત દિવસોમાં ડાંગ, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં સામાન્ય વરસાદ વરસવાની શક્યતા છે

Varsad aagahi
ઓગસ્ટમાં તો વરસાદ હાથ તાળી આપીને જતો રહ્યો છે ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ સપ્ટેમ્બર માસ અંગે આગાહી કરી છે. જેમા તેમણે જણાવ્યુ કે, પાંચથી આઠ-નવ સપ્ટેમ્બર દરમિયાન વરસાદ જોવા મળે તેવી શક્યતા છે. આ વરસાદ ગુજરાતના મોટાભાગના વિસ્તારોને આવરી લેશે. સપ્ટેમ્બરના ત્રીજા અઠવાડિયામાં જુન અને જુલાઇ જેવો વરસાદ પડવાની સંભાવના દેખાઇ રહી છે.

આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ કે, બંગાળની ખાડીમાં કોઇ સારી સિસ્ટમ ડેવલોપ થઇ નથી રહી. બે અથવા તો ત્રણ સપ્ટેમ્બરના રોજ સિસ્ટમ સક્રિય થશે અને લો પ્રેશર ગુજરાત તરફ આગળ વધશે. જેનાથી હવે બે સપ્ટેમ્બરની આસપાસ સિસ્ટમ તૈયાર થશે. એકથી પાંચ સપ્ટેમ્બરમાં વરસાદ જોવા નહીં મળે. જેના કારણે ખેડૂતોના પાકને જીવનદાન મળી શકે છે

Leave a Comment