વરસાદ ક્યારે આવશે ? કુવામાં પાણી ખાલી ? આંબાલાલની આગાહી જાણો વરસાદ ક્યારે | Varsad ni Agahi in Gujarat

ચોમાસામાં પણ ઉનાળાની ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે. છેલ્લા એક મહિનામાં વરસાદ થયો નથી. વરસાદના વિરામથી લોકો પરેશાન થઇ ગયા છે. સિસ્ટમ બની પરંતુ ગુજરાત સુધી આવી નહીં, જેના કારણે વરસાદ થયો નથી. વરસાદ ખેંચાતા ખેડૂતોએ પિયત શરુ કરી દીધું હતું. જોકે, જુલાઈના વરસાદે ઓગસ્ટમાં રંગ રાખ્યો હતો. કેમ કે, કૂવા નવા નીરથી છલકી ગયા હતા. જેથી ઓગસ્ટમાં વરસાદ ખેંચાતા પિયત થઇ શક્યું છે.

ઓગસ્ટમાં અલનીનોની અસર જોવા મળી છે. ઓગસ્ટ મહિનો કોરો રહ્યો છે, પરંતુ હવે સપ્ટેમ્બરમાં શું થશે? તેની પણ ચિંતા કરવામાં આવી રહી છે. પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખેડૂતો માટે સારા સમાચાર આપ્યા છે. અંબાલાલ પટેલનું અનુમાન છે કે, સપ્ટેમ્બરમાં બે સિસ્ટમ સક્રિય થશે. જેના કારણે ગુજરાતમાં વરસાદની શક્યતા છે.

Varsad ni Agahi in Gujarat

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ઓગસ્ટમાં વરસાદ ખેંચાયો છે. પરંતુ સપ્ટેમ્બરમાં વરસાદ આવાની આશા છે. કારણ કે બંગાળના ઉપસાગર પર એક ગજબની સિસ્ટમ બની રહી છે. 4થી 10 સપ્ટેમ્બર સુધીમાં મજબુત સિસ્ટમ બની જશે. 4થી 7 સપ્ટેમ્બરમાં ઓડીસા, ઝારખંડ સહિત પૂર્વ ભારતના વિસ્તારમાં ભારે વરસાદ થશે. કેટલાક ભાગમાં પૂર આવશે.

આ સિસ્ટમના કારણે સપ્ટેમ્બરની શરુઆતમાં જ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. 7થી 10 સપ્ટેમ્બરના ગુજરાતમાં વરસાદની શક્યતા રહેશે. આ ઉપરાંત 10થી 14 સપ્ટેમ્બરના અરબી સમુદ્રમાં પણ સિસ્ટમ બનશે. આ બે સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદની શક્યતા રહેશે. મધ્યપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ થશે. ગુજરાતાના અલગ-અલગ વિસ્તારમાં વરસાદ થવાની શક્યતા છે.

અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે અને વરસાદ લાવશે, તેવી આશા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા અનુસાર, વરસાદ મોડો-મોડો પણ આવશે

Leave a Comment