7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓને ભેટ, નવા વર્ષમાં વધશે પગાર, ખાતામાં આવશે 95,000!

Central Government Employees: કેન્દ્રીય કર્મચારીઓ માટે આવ્યા ખુશખબર. કર્મચારીઓના પગારમાં હવે જલદી મોટો વધારો થવાનો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે સરકાર કર્મચારીઓના પગાર પર મોટો નિર્ણય લેવાની છે. ત્યારબાદ પગારમાં સીધો 95000 રૂપિયાનો વધારો થશે.

7th Pay Commission Update: કેન્દ્રીય કર્મચારીઓ (Central Government Employees) માટે એક મોટા ખુશીના સમાચાર આવ્યા છે. કર્મચારીઓના પગારમાં જલદી મોટો વધારો થવા જઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે સરકાર કર્મચારીઓના પગાર ઉપર મોટો નિર્ણય લઈ શકે છે, ત્યારબાદ પગારમાં સીધો 95,000 રૂપિયા સુધીનો વધારો થશે. ખાસ વાત છે કે કર્મચારીઓના પગારમાં વધારો સીધો કરવામાં આવશે. આ વખતે નવા વર્ષેના મોકમાં કર્મચારીઓને સરકાર મોટી ભેટ આપવાનો પ્લાન બનાવી રહી છે.

બજેટમાં ફિટમેન્ટ ફેક્ટર થઈ શકે છે રિવાઇઝ
આ સાથેજ સમાચાર મળી રહ્યાં છે કે આ વખતે બજેટમાં સરકાર ફિટમેન્ટ ફેક્ટરને પણ રિવાઇઝ કરી શકે છે. હાલમાં તેને લઈને કોઈપણ પ્રકારની સત્તાવાર જાણકારી મળી નથી. આ સમયે કર્મચારીઓને 2.57ના હિસાબે ફિટમેન્ટ ફેક્ટર મળે છે, જેને વધારી 3.68 કરવાની માંગ ચાલી રહી છે, જો તેમ થાય છે તો કર્મચારીઓની મિનિમમ સેલેરી 18000 રૂપિયાથી વધી સીધા 26000 રૂપિયા થઈ જશે.

કઈ રીતે ગણતરી થશે ?

ગણતરીની વાત કરીએ તો જો તમારી મિનિમમ સેલેરી 18,000 રૂપિયા જેટલી છે તો અન્ય તમામ પ્રકારના ભથ્થાને છોડીને 2.57 હિસાબથી ફિટમેન્ટ ફેક્ટરના 46260 રૂપિયા મળી રહ્યાં છે. જો સરકાર તેને બજેટમાં વધારે તો તે 3.68 થઈ શકે છે, જેની ગણતરી 26000 રૂપિયા બેસિક સેલેરી ઉપર થશે.

એકાઉન્ટમાં આવશે 95680 રૂપિયા

26000 રૂપિયાના પગાર પ્રમાણે જો 3.68 પર ફિટમેન્ટ ફેક્ટરની ગણતરી કરવામાં આવે તો આ પ્રમાણે કર્મચારીઓને 95680 રૂપિયા સીધા ખાતામાં મળશે. કર્મચારીઓના પગારમાં બમ્પર વધારો થઈ શકે છે અને એકવારમાં પૈસા ખાતામાં ટ્રાન્સફર કરી શકાય છે.

આ પહેલા કેટલો વધ્યો હતો પગાર?

તમને જણાવી દઈએ કે સરકારે પાછલી વખતે ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો કર્યો હતો તો કર્મચારીઓના પગારમાં ત્રણ ગણો વધારો પણ થયો હતો. કર્મચારીઓનો પગાર 6 હજારથી વધી સીધો 18000 સુધી થઈ ગયો હતો. આ વખતે જો સરકારે કર્મચારીઓની માંગ સ્વીકારી તો પગાર 18000થી વધીને સીધો 26000 થઈ જશે.

Leave a Comment