ખેડૂતો આનંદો! સોલાર પંપ માટે સરકાર આપી રહી છે 90% સબસીડી, આ રીતે લઈ શકો છો આ યોજનાનો લાભ

ભારતમાં ખેડૂતો હજુ પણ વરસાદ પર નિર્ભર છે. જો સમયસર વરસાદ સારો વરસી જાય તો પાકનું ઉત્પાદન સારું થાય છે. પરંતુ ઇન્દ્ર દેવ રિસાઈ જાય અને જો ચોમાસું સમયસર ન આવે તો ખેડૂતો માટે ખર્ચ કાઢવો મુશ્કેલ બનતો જાય છે. આવી સ્થિતિમાં ઘણા ખેડૂતો ટ્યુબવેલ વડે સિંચાઈ કરીને ખેતી કરે છે. જેમાં ઘણો ખર્ચ પણ થાય છે જેના કારણે નાના અને આર્થિક રીતે નબળા ખેડૂતો ટ્યુબવેલનો ખર્ચ ઉઠાવી શકતા નથી. આવી સ્થિતિમાં સરકાર આ ખેડૂતો માટે એક મોટી યોજના ચલાવી રહી છે. આ યોજના હેઠળ ખેડૂતો 90% સુધીની સબસીડીનો લાભ લઈ શકે છે.

ખેડૂતોને સોલાર પંપ લગાવવા સબસિડી

કેન્દ્ર સરકાર ખેડૂતો માટે પીએમ કુસુમ યોજના ચલાવી રહી છે. આ યોજના હેઠળ ખેડૂતોને સોલાર પંપ લગાવવા માટે સરકાર સબસીડી આપી રહી છે. જેથી ખેડૂત સૌર ઉર્જાનો ઉપયોગ કરીને ઓછા ખર્ચમાં ખેડૂત પોતાના પાકની પિયત કરી શકે. મહત્વની વાત એ છે કે આ યોજના હેઠળ સરકાર ખેડૂતને જમીન પર સોલાર પેનલ લગાવવા માટે આર્થિક મદદ આપી રહી છે. તમે સરકારની પીએમ કુસુમ યોજનાથી સબસીડીનો લાભ સારી રીતે લઈ શકો છો.

કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોને 60% સુધીની સબસીડી આપે છે

મળતી માહિતી મુજબ પીએમ કુસુમ યોજના હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોને 60% જેટલી સબસીડી આપી રહી છે. જ્યારે તે સિવાય ખેડૂતો 30% બેંક દ્વારા પણ લોન લઈ શકે છે. આવી સ્થિતિમાં ખેડૂતો આ પૈસાથી પોતાની જમીન પર સોલાર પેનલ લગાવી શકે છે. અને આ પોતાના પાકને સારી રીતે પિયત આપી શકે છે. જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 ઓક્ટોબરે મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશને સંબોધિત કરતી વખતે પીએમ કુસુમ યોજનાનો ઉલ્લેખ પણ કર્યો હતો. સાથે જ આ યોજના શરૂ કરવાનો ધ્યેય ખેડૂતોની આવક બમણી કરવાનો હતો.

આવી રીતે કરો અરજી

આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતે સૌથી પહેલા સત્તાવાર વેબસાઈટ https://www.india.gov.in/ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ તમારે આધાર કાર્ડ, જમીન સહિતના દસ્તાવજો, એક ઘોષણા પત્ર, બેંક ખાતા માહિતી વગેરે જેવી મહત્વપૂર્ણ જાણકારી આપવની રહેશે. સાથે જ ફોર્મમાં રાજ્ય, સોલાર પંપની ક્ષમતા, નામ મોબાઈલ નંબર સહિત ઘણી બધી જાણકારી નોંધવી પડશે. આ ઉપરાંત ID પ્રૂફની કોપી પણ જમા કરવાની રહેશે.

Leave a Comment