દૂધ પછી મોંઘી થઈ ડુંગળી, નવો પાક આવે ત્યાં સુધી રડાવશે, થોડા જ દિવસોમાં ભાવ રૂ.50 કિલો સુધી પહોંચી જશે

– ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં, છૂટક બજારમાં ડુંગળી 15 થી 25 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ હતી.

– ડુંગળીના કુલ ઉત્પાદનમાં રવિ ડુંગળીનો ફાળો 70% જેટલો છે.

દૂધના ભાવમાં વધારો થયા બાદ હવે ડુંગળી રડાવવા માટે તૈયાર છે. દેશભરમાં હાલ ડુંગળીના ભાવમાં ભારે ઉછાળો આવ્યો છે. એક અહેવાલ અનુસાર, છેલ્લા સપ્તાહમાં આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં લગભગ 60 થી 80%નો વધારો જોવા મળ્યો છે. ગયા અઠવાડિયે, દેશની બે સૌથી મોટી દૂધ બ્રાન્ડ અમૂલ અને મધર ડેરીએ ઈનપુટ કોસ્ટમાં વધારાને કારણે ફુલ ક્રીમ દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કર્યો હતો.

નવો પાક ન આવે ત્યાં સુધી રાહત નહીં મળે

નવેમ્બરના પ્રથમ અઠવાડિયા સુધીમાં બજારમાં તાજો પાક ન આવે ત્યાં સુધી ભાવમાં ઉછાળો ચાલુ રહેશે. સમાચાર અનુસાર, ઘણી બધી જગ્યાએ ડુંગળીની છૂટક કિંમત 40 રૂપિયા પ્રતિ કિલોને પાર થઈ ગઈ છે. વેપારીઓનું કહેવું એવું છે કે ડુંગળી ટૂંક સમયમાં રૂ.50 પ્રતિ કિલોને પાર કરી શકે છે. ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં, છૂટક બજારમાં ડુંગળી 15 થી 25 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ હતી.

એક સપ્તાહમાં ડુંગળીના ભાવમાં આટલો વધારો થયો છે

સ્ટોક આઉટ (વેરહાઉસ) ડુંગળીની ખરીદ કિંમત 15 દિવસ પહેલાની સરખામણીએ લગભગ 30-40% વધારે છે. તેથી, ડુંગળીની ખરીદ કિંમત રૂ.15 થી રૂ.30 પ્રતિ કિલોની વચ્ચે હોય છે. એક વેપારીએ એવું જણાવ્યું હતું કે રવિ પાક પછી ભાવ સ્થિર થશે. ડુંગળીના કુલ ઉત્પાદનમાં રવિ ડુંગળીનો ફાળો 70% જેટલો છે. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) એ ગુજરાત સિવાયના તમામ બજારોમાં અમૂલ ગોલ્ડ (ફુલ ક્રીમ) અને ભેંસના દૂધના ભાવમાં લિટર દીઠ 2 રૂપિયાનો વધારો કર્યો છે. અમૂલ ગોલ્ડનો દર રૂ.61 થી વધારીને રૂ.63 પ્રતિ લિટર કરવામાં આવ્યો છે, જ્યારે અડધા લિટરના પેકેટની કિંમત રૂ.31 થી વધીને રૂ.32 થઈ ગઈ છે. ભેંસના દૂધની કિંમત 63 રૂપિયા પ્રતિ લિટરથી વધારીને 65 રૂપિયા પ્રતિ લિટર સુધી કરવામાં આવી છે.

Leave a Comment