PM Kisan Yojana : જાન્યુઆરીમાં આ તારીખ સુધીમાં આવશે પીએમ કિસાન યોજનાનો 13મો હપ્તો, ફટાફટ પતાવી લેજો આ કામ

PM Kisan Scheme: 13મા હપ્તાને લઈને આવી વધુ એક અપડેટ. નવા વર્ષમાં ખેડૂતોને 13મા હપ્તાના 2000 મળશે.

PM Kisan Samman Nidhi: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 12મો હપ્તો ખેડૂતોના ખાતામાં આવી ગયો છે. ખેડૂતો 13મા હપ્તાની આતુરતાથી રાહ જોઈને બેઠા છે. અને દેશના ઘણા બધા ખેડૂતોના ખાતામાં 12મો હપ્તો આવ્યો નથી. આ અંગેની માહિતી મેળવવા તેઓ કૃષિ વિભાગ અને જનસેવા કેન્દ્રોમાં પહોંચી રહ્યા છે. તે જ સમયે, કેન્દ્ર સરકાર હપ્તા મેળવવા માટે કેન્દ્ર સરકારની શરતોને પૂર્ણ કરતા ન હોય તેવા ખેડૂતોની છટણીમાં પણ વ્યસ્ત થય ગયા છે. આ દરમિયાન 13મા હપ્તાને લઈને વધુ એક મોટી અપડેટ બહાર આવી છે. નવા વર્ષમાં ખેડૂતોને 13મા હપ્તાના 2000 રૂપિયા મળશે.

જાન્યુઆરીમાં આ સમય સુધીમાં આવી શકે છે 13મો હપ્તો

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 13મો હપ્તો મીડિયામાં હાલ ચર્ચામાં ચાલી રહ્યો છે. થોડા દિવસો પહેલા સુધી માહિતી મળી આવી હતી કે 13મો હપ્તો ડિસેમ્બરમાં જ આવી શકે છે. પરંતુ હવે સમાચાર મળી આવ્યા છે કે ડિસેમ્બરમાં હપ્તો મળવો ખુબજ મુશ્કેલ છે. કેન્દ્ર સરકારના સ્તરે પણ આ અંગે કોઈ ચર્ચા કરવામાં નથી આવી. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ખેડૂતોને જાન્યુઆરીના મધ્યમાં 13મો હપ્તો મળી શકે છે.

જલ્દીથી ઇ-કેવાયસી અપડેટ મેળવો

કેન્દ્ર સરકારના અધિકારીઓનું એવું કહેવું છે કે પીએમ કિસાન સન્માન નિધિમાં છેતરપિંડી રોકવા માટે કેન્દ્ર સરકારના સ્તરેથી હાલમાં પગલા લેવામાં આવી રહ્યા છે. આ માટે e-kyc અપડેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. આધાર કાર્ડ અપડેટ, વેરિફિકેશન અને અન્ય ડોક્યુમેન્ટની ચકાસણી કરાવવી ખુબજ જરૂરી છે. જો ખેડૂતના ખાતામાં નામ, સરનામું કે અન્ય વિગતો ખોટી હશે તો પણ ખેડૂત તેનો 13મો હપ્તો મેળવી શકશે નહીં. તેથી, ખેડૂતની વિગતો અપડેટ કરતી વખતે, તમામ કૉલમ કાળજીપૂર્વક ચેક કરવી. તે પછી જ અપડેટ પૂર્ણ કરો.

4.5 કરોડ ખેડૂતોના હપ્તા અટવાયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોની આર્થિક મદદ કરવા માટે વર્ષ 2018માં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી. દેશના મોટા ભાગના કરોડો ખેડૂતો આ યોજના સાથે જોડાયેલા છે. પરંતુ દુઃખની વાત એ છે કે ઘણા બધા લોકો અયોગ્ય રીતે કેન્દ્ર સરકારની યોજનાનો લાભ લેવા લાગ્યા છે. આ કારણોસર કેન્દ્ર સરકારે ખેડૂતોની ચકાસણી પણ શરૂ કરી છે. વેરિફિકેશન થતાંની સાથે જ અયોગ્ય ખેડૂતો આ યોજનામાંથી દૂર થવા લાગ્યા. મીડિયા રિપોર્ટ્સ મુજબ, 12મો હપ્તો લગભગ 4.5 કરોડ ખેડૂતોના ખાતામાં આવ્યો નથી. જો કે, ઇ-કેવાયસી કરાવ્યા પછી પણ, ઘણા ખેડૂતોને 12મો હપ્તો મળી ગયો. હવે ખેડૂતો 13મા હપ્તાની રાહ જોઈને બેઠા છે.

Leave a Comment