Ration Card/ ફ્રી રાશન લેવાવાળા લોકોના મોજે દરિયા, 80 કરોડ લોકો માટે મોદી સરકારનો મોટો નિર્ણય

જો તમારી પાસે પણ રેશન કાર્ડ છે અને કેન્દ્ર સરકાર તરફથી ચલાવવામાં આવી રહેલી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ લાભાર્થી છે તો આ સમાચાર તમારા ખુબજ કામના છે. મોદી કેબિનેટની 28 સપ્ટેમ્બરે થયેલી બેઠકમાં ગરીબો માટે ચલાવવામાં આવી રહેલી અન્ન યોજનાને હજુ પણ ત્રણ મહિના સુધી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય અનુસાર યોજનાને 31 ડિસેમ્બર 2022 સુધી વધારવામાં આવ્યો તેવો નિર્ણય લીધો હતો. એક વાર ફરી આ યોજના સાથે જોડાયેલી ખબર સામે આવી રહી છે.

માર્ચ સુધી વધશે ફ્રી રાશન યોજના

સુત્રોનો દાવો એવો છે કે સરકાર તરફથી ફ્રી રાશન યોજનાને આગલા ત્રણ મહિના સુધી વધારવાનો વિચાર ચાલી રહ્યો છે. આ સૂચના કેબિનેટની આગલી કેબિનેટમાં એલાન થઇ શકે છે. અત્યારે હાલમાં 10થી 15 ડીસેમ્બર સુધી રાશનનું વિતરણ કરવામાં આવશે. આ મહિને રાશન કંટ્રોલમાં પહોચવાનું પણ શરૂ થઇ ગયું છે. પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાને એપ્રિલ 2020ના વર્ષમાં શરૂ કરવામાં આવી હતી.

80 કરોડ લાભાર્થીઓને 5 દિવસ સુધી મફત અનાજ

પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાએ નેશનલ ફૂડ સિકયોરિટી એકટ હેઠળ દેશના 80 કરોડ જેટલા લાભાર્થીઓને 5 કિલો અનાજ મફત આપવામાં આવ્યુ છે. સરકારની આ યોજના તરફથી ફ્રી રાશન સ્કીમને લોકડાઉન દરમ્યાન શરૂ કરવામાં આવી હતી. એપ્રિલ 2020માં શરૂ થયેલી આ યોજના જે ઘણો લાંબો સમય ચાલી હતી.

2024 સુધી ચાલુ રહી શકે આ યોજના

સુત્રોનો એવો દાવો છે કે સરકાર આ યોજનાને 2024 સુધી ચાલુ રહેશે રાખી શકે છે. સરકાર તરફથી ફરી એક વાર આ યોજના વધારવાનો વિચાર કરાય તો 80 કરોડ જેટલા લોકોને ફાયદો થશે.

Leave a Comment